Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : લખતર ગ્રામ પંચાયતમાં ઉચાપત થઈ હોવાના પુરાવા આપી તપાસ કરવા આવેદનપત્ર પાઠવાયું.

Share

આર.ટી.આઈ કરી માહિતી માંગી જે જગ્યાએ કામ જ નથી થયા તેવા કામ અલગ તારવી સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર ડીડીઓ સહિત લખતરમાં નવા આવેલા તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપ્યું.

લખતર રાજવી કુટુંબના પૃથ્વીરાજસિંહ મદનસિંહ ઝાલા દ્વારા લખતર ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં કરાયેલા કામની આર.ટી.આઇ કરાવી તેમાંથી તેમના દ્વારા કરાયેલ કામમાંથી શંકાસ્પદ લાગતા કામોની યાદી જેમાં સદાદવાળા માતાજીથી દશામા સુધીનો રોડ કરણબાગથી બાપુરાજની ડેરી સુધીનો રોડ પાટડી દરવાજાથી સ્મશાન સુધીનો રોડ લખતર ગ્રામ પંચાયતથી સર્કિટ હાઉસ સુધીનો રોડ સાથે એલઇડી સહિત અનેક કામો એકબાજુ કરી આ કામ થયા નહિ હોવાનુ જણાવી લાખો રૂપીયાની ઉચાપત લખતર ગ્રામ પંચાયતના પદાધિકારીઓ અને અધિકરીઓ દ્વારા કરાયાનો આક્ષેપ કરી ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવા માંગ કરતું આવેદનપત્ર લખતર તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસને આપતા લખતર ગામમાં ચકચાર મચી છે.

Advertisement

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

ભરૂચ શહેરના જનતા માર્કેટમાં આવેલ મોબાઈલ શોપ માં એલ સી બી પોલીસે દરોડા પાડી લાખ્ખો રૂપિયા ના બિલ વગર ના મોબાઈલ કબ્જે કર્યા હતા …….

ProudOfGujarat

મોડાસાની બી.ડી. શાહ કોલેજમાં પ્રવેશોત્સવ ઉજવાયો, એસ. એમ. સી. કમિટીના સભ્યોની વરણી

ProudOfGujarat

ભરૂચ મતદાતા ચેતના અભિયાન હેઠળ જિલ્લા ભાજપની પત્રકાર પરિષદ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!