Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઓક્સિજનની કમીથી કોઈ મોત નહીં વિવાદ બાદ કેન્દ્રએ રાજ્યો પાસે ફરી માંગ્યા આંકડા

Share

કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સિજનની કમીથી મોત ન થવાના દાવાને કઈને કેન્દ્ર સરકારની ભારે ટીકા થઈ હતી. વિપક્ષી પાર્ટીઓ આ આંકડાને લઈને સતત સરકારને ઘેરી રહ્યાં હતા. હવે કેન્દ્ર સરકારે ફરી બધા રાજ્યો પાસે ઓક્સિનની કમીથી થયેલા મોતનો આંકડો માંગ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બધા રાજ્યોને આ ડેટા આપવાનું કહેવામાં આવ્યું છે. રાજ્યોને કહેવામાં આવ્યું કે તે 13 ઓગસ્ટ પહેલા ડેટા ઉપલબ્ધ કરાવે.

સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રો પ્રમાણે અત્યાર સુધી કોઈ રાજ્ય તરફથી આ ડેટા આપવામાં આવ્યો નથી કે ઓક્સિજનની કમીથી કેટલા મોત થયા છે. રાજ્યો તરફથી કેન્દ્રને સતત તે ડેટા આપવામાં આવ્યો છે કે કોવિડના કેટલા કેસ આવ્યા, કેટલા રિકવર થયા અને કેટલા મોત થયા છે. પરંતુ પહેલા અલગથી આવી કોઈ જાણકારી માંગવામાં ન આવતી હતી કે ઓક્સિજનની કમીથી કેટલા મોત થયા છે.

Advertisement

થોડા દિવસ પહેલા સંસદમાં એક સવાલના જવાબમાં હેલ્થ મિનિસ્ટ્રી તરફથી તે કહેવામાં આવ્યું કે, દેશમાં ઓક્સિજનની કમીથી કોઈ મોત થયા નથી. તેમાં કહેવામાં આવ્યું કે રાજ્યો તરફથી આવો કોઈ આંકડો નથી કે ઓક્સિજનની કમીથી કોઈના મોત થયા છે. ત્યારબાદ આ નિવેદનને લઈને ખુબ વિવાદ થયો હતો. વિપક્ષી દળોએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ હતું. વિપક્ષી દળોએ સ્વાસ્થ્ય મંત્રાલય પર સંસદને ખોટી જાણકારી આપવાનો આરોપ લગાવ્યો હતો અને કોંગ્રેસે તેની વિરુદ્ધ વિશેષાધિકાર પ્રસ્તાવ લાવવાની ધમકી આપી હતી.

ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેર દરમિયાન દેશભરની હોસ્પિટલોમાં ઓક્સિજનની કમીથી મોતના સમાચાર આવ્યા હતા. તો ઘર પર કે હોસપિટલના રસ્તામાં ઓક્સિજનની રાહ જોઈ રહેલા ઘણા દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. આ કારણે જ્યારે કેન્દ્રએ સંસદમાં કોઈ મોત ન થવાની જાણકારી આપી તો હંગામો મચી ગયો હતો. વિપક્ષના ભારે વિરોધ બાદ કેન્દ્રએ આ મામલે સફાઇ આપી હતી. સરકારનું કહવું હતું કે રાજ્યો પાસેથી મળેલા આંકડાના આધાર પર સંસદમાં આ જાણકારી આપવામાં આવી છે. કેન્દ્રએ કહ્યું કે તે ડેટા કમ્પાઇલ કરે છે, ડેટા જનરેટ કરતું નથી.


Share

Related posts

કરજણના નવી જીથરડી ગામના બસ સ્ટેન્ડ પાસે પાણીની કાંસમાં ભેંસનું બચ્ચુ ખાબકતા રેસ્ક્યુ કરાયું

ProudOfGujarat

માંગરોળનાં કંટવા ગામે દલિત સમાજની સ્મશાન ભૂમિમાંથી માટી ખોદી સમાજની લાગણીને ઠેસ પહોંચાડતાં મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

નર્મદામાં 24 કલાકમાં કોરોનાના 46 કેસ નોંધાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!