જ્યારથી સીટી બસ સેવાઓનો ભરૂચ જીલ્લામાં આરંભ કરવામાં આવ્યો છે તે દિવસથી સીટી બસ ચર્ચામાં છે, ભરૂચ જીલ્લામાં આગામી મહિનાથી ભરૂચના અમુક વિસ્તારો માટે સીટી બસ સેવાઓ ભરૂચ નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી હતી. સીટી બસ સેવાઓ શરૂ કરવાનો મુખ્ય હેતુ લોકોને ઓછા વળતરે એક સ્થળથી બીજા સ્થળ પર પહોંચાડવાનો હતો. પરંતુ રિક્ષાચાલકોની રોજની આવકમાં આર્થિક ફટકો પડવાને કારણે રિક્ષાચાલકોએ ગત મહિને નગરપાલિકામાં હલ્લાબોલ કર્યો હતો.
જેના ભાગ સ્વરૂપે આજરોજ નગરપાલિકાના હદ વિસ્તારની બહારના વિસ્તારમાં સિટી બસ ચાલતા રિક્ષા ચાલકોએ વિરોધ કર્યો હતો. સરકારી નિયમો મુજબ બસ ન ચલાવી અને ગમે ત્યાંથી પેસેન્જરો બેસાડવામાં આવતા હોવાથી રીક્ષા ચાલકો આક્રોશમાં આવ્યા હતાં અને રીક્ષા ચાલકોએ બસ રોકી પેસેન્જરોને નીચે ઉતર્યા હતા.
ગત મહિને સીટી બસો તેના સ્ટોપેજ કરતાં વધુ સ્ટોપેજ પર ઊભી રહેતી હોવાના આક્ષેપો સાથે રિક્ષાચાલકો રોષે ભરાયા હતા જેથી તે અંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખને પણ રજૂઆત કરવામાં આવી હતી અને વહેલી તકે સીટી બસ સેવાઓ બંધ કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી અને તે અંગે વહેલી તકે નિરાકરણ આવે તે આશા રાખી રહ્યા હતા.
તે વાતને લગભગ એક મહિનો ઉપરાંતનો સમય પૂરો થવાને આરે છે અને તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ન ધરતા રિક્ષા ચાલકો ફરી એકવાર રોષે ભરાયા છે. જ્યાં સુધી તેઓની માંગ પૂરી નહીં થાય ત્યાં આજરોજથી ભરૂચ રિક્ષા એસોસીએશન દ્વારા હડતાળ કરવામાં આવી રહી છે જ્યારે આજરોજ બનેલ કિસ્સા દરમિયાન ભરૂચ સી ડિવિઝન પોલીસનો કાફલો સ્થળે પહોંચી આંદોલન કરતા રીક્ષા ચાલકોની ધરપકડ કરી હતી.
રિધ્ધી પંચાલ , ભરુચ