Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોના કાળમા માનવો બાદ હવે મોરબીનો રાખડી ઉદ્યોગ વેન્ટિલેટર પર: તહેવાર છતા માંગ નહી

Share

આ તહેવારની દરવર્ષે દરેક ભાઈ બહેન આતુરતાથી રાહ જોતા હોય છે કેમ કે, આ દિવસે બહેનો ભાઈના હાથે રક્ષા કવચ એટલે કે રાખડી બાંધતી હોય છે. ભાઈની લાંબી ઉમર માટે પ્રાર્થના કરે છે જો કે, મોરબી જીલ્લાના ટંકારા તાલુકામાં ગૃહ ઉદ્યોગની જેમ ગામડે ગામડે ઈમિટેશનની રાખડી બનાવવામાં આવે છે.

જેને દેશના જુદાજુદા રાજ્યમાં મોકલાવવામાં આવે છે પરંતુ ચાલુ વર્ષે કોરોનાની બીજી લહેરના લીધે માંગ ઘટી ગઈ છે અને ઉત્પાદન લગભગ ૪૦ ટકાથી વધુ ઘટી ગયું છે.ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પર્વ એટલે રક્ષાબંધનનું ભારતમાં ખૂબ જ મહત્વ છે અને ભારતીય સંસ્કૃતિનું ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પાવન પર્વ એટલે કે શ્રાવણ સુદ પૂનમે આવતી રક્ષાબંધન છે જેને ઘણા લોકો બળેવ પણ કહે છે. રક્ષાબંધનના દિવસે દરેક બહેન તેના વ્હાલસોયા ભાઈના જમણા હાથના કાંડે રાખડી બાંધીને ભાઈની લાંબી ઉમર માટે ભગવાનને પ્રાર્થના કરતી હોય છે.

Advertisement

જો કે, રાખડીમાં પણ હવે અવનવી ડીઝાઈનો આવતી હોય છે. જેમાં ખાસ કરીને મેટલની રાખડીઓ આવે છે તેનું ભારતમાં સૌથી મોટું ઉત્પાદન મોરબી જિલ્લના ટંકારા તાલુકામાં છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવે છે જો કે ચાલુ વર્ષે તેની માંગમાં ૪૦ ટકાથી વધુનો ઘટાડો જવા મળી રહયો છે.

ટંકારા તાલુકાનાં જુદાજુદા ગામોમાં રાખડીઓ બનાવવામાં આવતી હોય છે અને અહી બનાવવામાં આવતી રાખડીઓને દેશના પશ્ચિમ બંગાળ, દિલ્હી, રાજસ્થાન, ઓરિસા, મુંબઈ, એમપી સહિતના રાજ્યોમાં મોકલાવવામાં આવતી હોય છે. દેશભરમાં એક દિવસના તહેવાર રક્ષાબંધનની ઉજવણી માટે જે રાખડીઓ વેચાતી હોય છે તેનું ટંકારા તાલુકાનાં કલ્યાણપર, સવાડી, સરાયા, હરાબટીયાળી સહિતના જુદાજુદા ગામોમાં ગૃહ ઉદ્યોગની જેમ ઉત્પાદન કરવામાં આવે છે.

જેથી કરીને મહિલાઓને ઘરે બેઠા જ રોજગારી મળી રહે છે.ગત વર્ષ કોરોનાના લીધે માંગમાં ઘટાડો હતો તેવી જ રીતે ચાલુ વર્ષે કોરોનાની બીજી લહેરના લીધે મેટલની રાખડીની માંગમાં તોતિંગ ઘટાડો થયો છે. આ ઉદ્યોગમાં ૪૦ ટકાથી વધુનું ઉત્પાદન ઘટી ગયું છે કેમ કે, લોકો બિન જરૂરી ખર્ચાઓ ઘટાડી રહયા છે ત્યારે સસ્તી રાખડીની ખરીદી કરવામાં આવે છે માટે મેટલની રાખડીની માંગ ઘટી રહી છે. માંગ ઘટવાથી ઉત્પાદનના છૂટકે ઘટાડવું પડ્યું છે.
જેથી કરીને ટંકારા તાલુકાના જુદાજુદા ગામોમાં મહિલાઓ દ્વારા ઘરે બેસીને બારે મહિના ગૃહ ઉદ્યોગની જેમાં જે રાખડી બનાવીને જે રોજગારી મેળવે છે તે પણ બેરોજગાર બની ગયેલ છે અને ચાલુ વર્ષે છેલ્લા ચાર મહિનાથી રાખડીનું ઉત્પાદન થયું જ નથી માટે હાલમાં ઉત્પાદકો, કારીગરો સહિતનાની હાલત કફોડી બની ગયેલ છે.

એવું કહેવાય છે કે, રાખડીના તંતુએ તંતુએ પ્રેમ છે, હૃદયની ઉર્મિઓ છે અને દરેક બહેન ભાઇનું દીર્ધાયુ ઇચ્છતી હોય છે. માટે તેના જમણા હાથના કાંડે રાખડી બાંધે છે જો કે, એક જ દિવસે ચોક્કસ કલાકો દરમ્યાનના શુભ ચોઘડિયા વખતે પોતાના ભાઈને રક્ષા કવચ એટલે કે રાખડી બાંધતી કરોડો બહેનો માટે ટંકારા પંથકમાં હાજર બહેનો મેટલની રાખડી એક કે બે દિવસ અથવા તો મહિના નહિ પરંતુ ૧૧ મહિના સુધી સતત જુદીજુદી રાખડીઓ બનાવવાની કામગીરી દરવર્ષે કરતી હોય છે.


Share

Related posts

ભરૂચ : જન શિક્ષણ સંસ્થાન દ્વારા વિશ્વ સ્વચ્છતા પખવાડીયાનો પ્રારંભ કરાયો : 31 મી જુલાઇ સુધી વિવિધ સ્વચ્છતાના યોજાશે કાર્યક્રમો.

ProudOfGujarat

માંગરોલ તાલુકાના કુંવારડા ગામે ન્યૂમોનિયા અને મગજમાં તાવથી બચાવતી વેક્સિન PCV ન્યૂમો કોકલ કોંજ્યું ગેટ વેક્સિનની આજથી શરૂઆત કરાઈ.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકા સેવા સત્તા સમિતિ દ્વારા લીગલ સર્વિસીસ ડે ની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!