ભરૂચ જિલ્લા અને તેની બહારના વિસ્તારમાં દારૂ સંબંધી ગેરકાનૂની કામો ઘણા વધી રહ્યા છે. ગુજરાત જેવા દારૂબંધી રાજ્યમાં ઈંગ્લીશ દારૂ જેવા નશાયુક્ત પદાર્થ આવે છે જ ક્યાથી તે જોવું રહ્યું. જેના માટે ભરૂચ પોલીસ સતર્ક બની છે. દારૂના વેચાણ કરનારાઓને પોલીસનો ખોફ જ રહ્યો નથી તેથી ભરૂચ પોલીસ એકશનમાં આવી છે.
ગત રાત્રિના સમયે નેત્રંગ તાલુકાનાં નવી વસાહત પાસે એક રહેણાક મકાનમાંથી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરૂચ એલ.સી.બી એ ઝડપી પાડયો હતો.
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમોની રચના કરવામા આવેલ તે પૈકી ભરૂચ એલ.સી.બી.ની એક ટીમ નેત્રંગ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન મળેલ ચોક્કસ બાતમીને આધારે નેત્રંગ નવી વસાહતમા પ્રોહી સફળ રેડ કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થા સહીત કુલ મુદ્દામાલ જેની કિં.રૂ. ૩,૫૯,૮૨૦/- સાથે એક આરોપી મોહનભાઇ કિશનભાઇ વસાવા રહે.નવી વસાહત તા.નેત્રંગ જી.ભરૂચને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ માટે નેત્રંગ પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે. આગામી દિવસોમા પણ એલ.સી.બી/ભરુચ પોલીસ દ્વારા ગે.કા. પ્રવૃતિ કરનાર ઇસમો વિરુદ્ધ આવી જ રીતે કડકાઇપૂર્વક કામગીરી કરવામાં આવશે તેવી ભરૂચ પોલીસ દ્વારા ચીમકી આપવામાં આવી હતી.