Proud of Gujarat
INDIAFeaturedGujarat

ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાની કારોબારીમાં વલસાડના હેમાક્ષીબેન દિલીપભાઈ દેસાઈની નિયુક્તિ.

Share

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની સૂચના અને માર્ગદર્શન મુજબ ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ડૉ. દીપિકાબેન સરડવા દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાની કારોબારીમાં વલસાડના હેમાક્ષીબેન દિલીપભાઈ દેસાઈની નિયુક્તિ કરવામાં આવી છે. હેમાક્ષીબેન છેલ્લા 20 વર્ષથી ભાજપમાં ખુબ જ સક્રિય રહ્યા છે અને જિલ્લામાં અનેક હોદ્દાઓ ઉપર જવાબદારીઓ નિભાવી હતી અને પાર્ટીમાં મોટું યોગદાન આપી રહ્યા છે.

તા.25/07/2021 ના રોજ ગાંધીનગર “કમલમ” ખાતે રાષ્ટ્રીય મહામંત્રી દીપતિબેન રાવત,ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી ભીખુભાઇ દલસાનિયા, પ્રદેશ મહિલા મોરચાના પ્રભારી ગોરધનભાઇ ઝડફિયા અને ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ ડો.દીપિકાબેન સરડવાની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાની પ્રથમ કારોબારી બેઠક મળી હતી.

Advertisement

કાર્તિક બાવીશી : વલસાડ


Share

Related posts

प्रियंका चोपड़ा को लेके सलमान खान का एक और बयान

ProudOfGujarat

એકતાનગર ખાતે રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રી, સચિવ સહિત સનદી અધિકારીઓએ નજરાણા સમાન જંગલ સફારી સહિત વિવિધ પ્રકલ્પોનો નજારો માણ્યો

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાનાં નાગલ ગામ પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં બાઈક સવાર યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!