Proud of Gujarat
GujaratFeaturedINDIA

આજે અંગારિકા સંકષ્ટ ચતુર્થી : ભરૂચના મકતમપુર ખાતે આવેલ સિદ્ધિ વિનાયક મંદિરે વિધ્નહર્તાના લોકોએ દર્શન કર્યા.

Share

માનવમાં આવે છે કે આજે આજે માર્ગશીર્ષ કૃષ્ણ-ચોથ એટલે કે અંગારકી ચોથ છે. ભગવાન ગણેશની સાધના-આરાધના અને પ્રાર્થનાનો અનેરો અવસર છે. વિઘ્નહર્તાના લાખો ભાવિકો અંગારકી ચોથના દિને ઉપવાસ કરી પ્રાર્થના અને આરાધના શ્રદ્ધાના સથવારે કરી બાપાના આર્શીવાદ લેવાનો પ્રયત્‍ન કરે છે.
પૌરાણીક માન્‍યતા અનુસાર અંગારકી ચોથ સાથે પણ એક ધાર્મિક માન્‍યતા સંકળાયેલ છે. આવો આપણે જોઇએ… કહેવાય છે કે ભારદ્રાજ ઋષિ ગણેશજીના પરમ ભક્‍ત હતા. તો તેમના પણ અંગારા ઋષિ પણ પિતાના પગલે ગણેશજીના ભક્‍ત બન્‍યા અને માત્ર ભક્‍ત નહી પરંતુ અનન્‍યભાવથી વિધ્‍નહર્તાની ભકિત કરવા લાગ્‍યા તેમની તપસ્‍યા અને ભાવ જોઇને ભગવાન ગણેશ તેમનાં પર પ્રસન્‍ન થયા અને તેમને એક વરદાન માંગવાનું કહ્યું.

આ વેળાએ અંગારા ઋષિએ ભારે નમ્રતાથી જોડવા માંગુ છું ભગવાન ગણેશ આ સાંભળી સહજ હસ્‍યા આ દિવસે કૃષ્‍ણા ચર્તુથી હતી. આથી આ દિવસથી યોગ અને સંયોગ જોઇને વદ ચર્તુથી અને મંગળવારના દિવસે આવતા યોગ અને અંગારક ચર્તુથી નામ અપાયું. આ ચર્તુથી ચંદ્રોદય સુધીની હોય છે. આ દિવસે ભક્‍તો ઉપવાસ કરીને ભગવાન ગણેશની પુજા કરીને પારણા કરે છે.

આજરોજ ભરૂચના ભાવી ભક્તોએ પણ ભરુચ જિલ્લાના મકતમપૂર ખાતે આવેલ સિધ્ધી વિનાયક મંદિરે જઈને વિઘ્નહર્તાના દર્શન કર્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ સિદ્ધિ વિનાયક મંદિર ખાતે ગણેશજીની પુજા અર્ચના કરવામાં આવી હતી. કોરોનાના કપરા સમય દરમિયાન મંદિરના સંચાલકો દ્વારા ભક્તોની દર્શન માટે ભીડ ન થાય તે માટે દર વર્ષની જેમ આ વર્ષે આજરોજ આખો દિવસ મંદિર ખુલ્લુ મૂકવામાં આવ્યું હતુ અને કોરોના ગાઈડલાઈનનું પાલન થાય તેની ખાસ કાળજી લીધી હતી.

Advertisement

રિધ્ધી પંચાલ, ભરુચ


Share

Related posts

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL ની પ્રથમ મેચમાં સટ્ટો રમતા બે ઇસમો ઝડપાયા

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ગણેશ ઉત્સવ નો પૂજાપો અને ફુલહાર નું કલેક્શન કરાયું

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડીમાં એક યુવક દાદાગીરી કરતો હોવાનો વિડીયો થયો વાયરલ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!