Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : સ્વીટી પટેલની ચકચારી હત્યાનો ગુનો : પી.આઇ અજય દેસાઈ તથા કિરીટસિંહ જાડેજાને ૧૧ દિવસના રિમાન્ડ અપાયા…

Share

વડોદરા જિલ્લાના કરજણના તત્કાલિન પોલીસ ઇન્સ્પેકટરની પત્ની સ્વીટી પટેલની ચકચારી હત્યાના ગુનામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે માત્ર ૭૨ કલાકમાં ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. સ્થાનિક પોલીસ દ્વારા ૪૯ દિવસ થવા છતાં અંધારામાં ફાંફાં મારી રહી હતી. તે કેસને ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદે માત્ર ૭૨ કલાકમાં ઉકેલી નાખ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કડક પૂછપરછમાં ભાંગી પડેલા પી આઇ એ પોતાની પત્નીની ગળુ દબાવી હત્યા કરી નાંખી હોવાનું ક્રાઇમ બ્રાન્ચ સામે કબૂલ્યું હતું.

ગુનાની કબૂલાત બાદ પી.આઇ અજય દેસાઈ તેમજ મદદગારીમાં સંડોવાયેલા કિરીટસિંહ જાડેજાને સોમવારના રોજ કરજણ કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં તેઓને કોર્ટે ૧૧ દિવસના રિમાન્ડ આપ્યા હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર વડોદરા જિલ્લા સહિત ગુજરાતમાં ચકચાર મચાવનારા સ્વીટી પટેલ હત્યા કેસમાં હવે કેવો વળાંક આવે છે. તે જોવું રહ્યું પી આઇ અજય દેસાઈએ ક્યા કારણોસર સ્વીટી પટેલની હત્યા કરી અને હત્યા કેમ કરવી પડી તે તો રિમાન્ડ દરમિયાન જાણવા મળશે. હાલ તો સ્વીટી પટેલની હત્યાનો સમગ્ર મુદ્દો કરજણ તાલુકા સહિત વડોદરા જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

કોરોના સંક્રમણ અટકાવવા તથા બહારથી આવેલા લોકોની માહિતી મેળવવા માટે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રિક્ષા ફેરવવામાં આવી હતી.

ProudOfGujarat

સુરત : કેનાલ રોડ પર આવેલી યુનિક હોસ્પિટલ નજીક સ્કૂલ બસનો ડ્રાઇવર દારૂના નશામાં બસ ચલાવતો હોવાનું બહાર આવતા હોબાળો મચી ગયો હતો.

ProudOfGujarat

રાજપીપળા એસ.ટી. બસ ડેપોમાંથી હીરાની ચોરી કરેલ આરોપીઓને ઝડપી મુદ્દામાલ રીકવર કરતી એલ.સી.બી. નર્મદા પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!