જ્યારથી સીટી બસ સેવાઓનો ભરૂચ જીલ્લામાં આરંભ કરવામાં આવ્યો છે તે દિવસથી સીટી બસ ચર્ચામાં છે, ભરૂચ જીલ્લામાં આગામી મહિનાથી ભરૂચના અમુક વિસ્તારો માટે સીટી બસ સેવાઓ ભરૂચ નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી હતી. સીટી બસ સેવાઓ શરૂ કરવાનો મુખ્ય હેતુ લોકોને ઓછા વળતરે એક સ્થળથી બીજા સ્થળ પર પહોચડવાનો હતો. પરંતુ રિક્ષાચાલકોનું રોજની આવકમાં ફેરફાર થવાને કારણે રિક્ષાચાલકોએ ગત મહિને નગરપાલિકામાં હલ્લાબોલ કર્યો હતો.
ગત મહિને સીટી બસો તેના સ્ટોપેજ કર્તા વધુ સ્ટોપેજ પર ઊભી રહેતી હોવાના આક્ષેપો સાથે રિક્ષાચાલકો રોષે ભરાયા હતા જેથી તે અંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખને પણ રજૂઆત કરવામાં આવી હતી અને વહેલી તકે સીટી બસ સેવાઓ બંધ કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી અને તે અંગે વહેલી તકે નિરાકરણ આવે તે આશા રાખી રહ્યા હતા.
તે વાતને લગભગ 25 થી 26 દિવસ પૂરતા થવાને આરે છે અને તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ન ધરતા રિક્ષા ચાલકો ફરી એકવાર રોષે ભરાયા છે. જ્યાં સુધી તેઓની માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી આજના રાત્રીથી નિર્ણય સુધી હડતાળ પર ઉતરશે તેવી ચીમકી રિક્ષાચાલકો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.
રિધ્ધી પંચાલ, ભરુચ .