ઔદ્યોગિક વસાહતો વાંરવાર પર્યાવરણને નુકસાન કરનારા બનાવો બનતા હોય છે જેમાં કેટલાક અકસ્માતો તો કેટલાક ઈરાદાપૂર્વક કરવામાં આવતા હોય છે. પર્યાવરણને નુકસાન કરતા આ બનાવો સામે જીપીસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. જેમાં નોટીસો, ક્લોઝર નોટીસ આપવામાં આવતા હતા અને ફરીથી એકમો ચાલુ થઈ જતા હતા અને વારંવાર ફરીથી આવા બનાવો બનતા હતા. પર્યાવરણ સુરક્ષા સમિતિ દ્વારા સુપ્રીમ કોર્ટમાં થયેલ કેશ કેશ NGT કોર્ટ સુધી જતા કોર્ટ દ્વારા કેશન.૫૯૩/૨૦૧૭ સામે હુકમ કરવામાં આવ્યો હતો કે ગંભીર પ્રકારના ગુન્હામાં પર્યાવરણના થયેલ નુકસાન બદલ ઔદ્યોગિક એકમો પાસે દંડ ની રકમ પણ વસુલ કરવામાં આવે અને એ અમલના ભાગરૂપે જીપીસીબી દ્વારા દંડ ની રકમ વસુલ કરવામાં આવે છે.
પરંતુ NGT કોર્ટ ના હુકમ પછી આ જમા થયેલ રકમનો ઉપયોગ જેતે વિસ્તારમાં થયેલ પર્યાવરણને નુકશાન સામે તે વિસ્તારમાં પર્યાવરણના રક્ષણ અર્થે ખર્ચ કરવા આવ્યો નથી. તેથી આ હુકમના અમલના ભાગ રૂપે આ રકમ પર્યાવરણના રક્ષણ અર્થે અસરગ્રસ્ત વિસ્તારમાં કરવામાં આવે એવી માંગણી કરતો પત્ર જીપીસીબી ગાંધીનગર અને કલેકટર સાહેબ ભરૂચને પાઠવવામાં આવેલ છે.
NGT કોર્ટના હુકમ બાદ ઓદ્યોગિક એકમો દ્વારા પર્યાવરણને નુકસાન થનારા કૃત્યો બદલ દંડ પેટે કરોડો રૂપિયાની વસુલાત કરવામાં આવે છે અને આ રકમ અંદાજીત ૩૫ કરોડ જેટલી થયેલ છે તો આ રકમનો ઉપયોગ જેતે વિસ્તારમાં થયેલ પર્યાવરણના નુકસાન સામે તેના રક્ષણ માટે અસરગ્રસ્ત વિસ્તારમાં ખર્ચ કરવામાં આવે, અન્ય કોઈ હેતુમાં આનો દુરુપયોગ ના થાય એવી માંગ કરતો પત્ર સલગ્ન વિભાગોને આપવામાં આવેલ છે. આ બાબતે મૌખિક માંગણીના અનુસંધાનમાં જીપીસીબીના વડા અધિકારી સાહેબે જણાવ્યું છે કે તેઓ એક્શન પ્લાન બનાવેલ છે અને તેઓએ મંજુર થતા જ આગળની કાર્યવાહી હાથ ધરશે.