Proud of Gujarat
GujaratFeaturedINDIA

નેત્રંગ-ડેડીયાપાડા રોડ ઉપર મોટા ભુવા પડયા છતાં કોઇને કંઇ પડી નથી : વાહનચાલકો જીવના જોખમે પસાર થવા મજબુર.

Share

પ્રાપ્ત માહિતી મુજબ ચોમાસાની સિઝનમાં ધોધમાર વરસાદના રોડ-રસ્તા ઉપર મસમોટા ખાડા પડવાની સાથે ભારે ધોવાણ થતાં વાહનચાલકોની હાલત દયનીય બની ગઇ હતી. જેમાં નેત્રંગ-ડેડીયાપાડા રોડ ઉપર ઠેર-ઠેર ખાડા પડવાની સાથે નાના-મોટા પાણીના ગરનાળાનું ભારે ધોવાણ થતાં ગરનાળાના નિમૉણ કાયૅમાં ભારે ભ્રષ્ટાચાર આચાર્યા હોવાનું જાણવા મળ્યું છે.

         નેત્રંગ-ડેડીયાપાડા રોડ અંકલેશ્વર-બુરહાનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ આવેલ છે, આ રોડ આગળ મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ રાજયને મળતો હોવાથી રાત-દિવસ હજારોની સંખ્યામાં નાના-મોટા માલધારી વાહનચાલકોની અવરજવર રહે છે. રસ્તાના સમાંતર જ મોટો ભુવો પડેલ છે, વાહનચાલકોની મામુલી ગફલતથી ગમખ્વાર અકસ્માતની ઘટના સજૉવવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી, વાહનચાલકો જીવના જોખમે પસાર થઇ રહ્યા છે. પરંતુ માગૅ-મકાન વિભાગના જવાબદાર અધિકારીઓ કુંભ કર્ણની નિદ્રા અવસ્થામાં જણાઇ રહ્યા છે. જાણે મોટી હોનારતની ઘટના રાહ જોઇને બેઠા હોય તેવું સ્પષ્ટપણે જણાઇ રહ્યું છે.

આ બાબતે જવાબદાર લોકોને રજુઆત કરવા છતાં કોઇપણ પ્રકારના સમારકામની કામગીરી નહીં આવતા સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં રોષ જણાઇ રહ્યો છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લાનાં નવ તાલુકાનાં પ્રાથમિક શિક્ષકો પોતાની વિવિધ માંગણીઓને લઈને શક્તિનાથ ગ્રાઉન્ડ ખાતે ધરણાં કરી આંદોલન શરૂ કર્યું છે.

ProudOfGujarat

અંકલેશ્વર અંસાર માર્કેટનાં રહેમાનીયા ટ્રેડર્સમાં ચોરી કરનાર અલાઉદ્દીન ઝડપાયો.

ProudOfGujarat

માંગરોળ : વાંકલમાં કોંગ્રેસની કારોબારી સભા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!