Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : તિલકવાડા તાલુકામાં છ ઇંચ (147મિમિ)વરસાદ ખાબકયો.

Share

નર્મદા જિલ્લામા આજે ભારે વરસાદ થતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેમાં નર્મદાના તિલકવાડામા આભ ફાટ્યું હતું 24 કલાકમા તિલકવાડા તાલુકામાં છ ઇંચ 147 મિમિ ભારે વરસાદ ખબકતા તિલકવાડામા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રાજપીપલા ટેકરા ફળીયા જવાનાં રસ્તો નદી પટમા ફેરવાતા સંપર્ક તૂટ્યો છે. તો તિલકવાડાના હાફિઝપુરા નાળામા વરસાદના પાણી ભરાઈ જતાં બે ગામનો સંપર્ક તૂટી ગયો હતો. નાળામા પાણી ભરાતા ગામ લોકોને વાહનો ઉંચકીને લઈ જવાની ફરજ પડી હતી જેને કારણે બે ગામનો સંપર્ક તૂટ્યો હતો.

આજે ગરુડેશ્વર તાલુકમાં ત્રણ ઇંચ, ડેડીયાપાડા તાલુકમાં બે ઇંચ, નાંદોદ તાલુકમાં દોઢ ઇંચ, અને સાગબારા તાલુકામાં એક ઇંચ વરસાદ નોંધાતા પાંચેય તાલુકા ભારે વરસાદ નોંધાયો છે. રાજપીપલામા પણ ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. તો રાજપીપલા ટેકરા ફળીયા તરફ જવાનો રસ્તો પાણીમાં ડૂબી જતા અર્બન હેલ્થ સેન્ટર પર જવાનો રસ્તો બંધ થઈ જતા વેક્સીન મુકાવવાવાળા લોકો અટવાયા હતા. તો તિલકવાડા તાલુકાનો હાફીસપુરા ગામે ડભોઈ ચાણોદ કેવડિયા તરફ જતા રેલવે ટ્રેકના પાંચેય તાલુકામાં સારા વરસાદથી ખેતીના પાકને મળ્યું જીવતદાન મળી ગયું હતું જોકે ખેતરોમાં પણ ભારે પાણી ભરાયા છે. નાળામા વરસાદના પાણી ભરાઈ જતાં બે ગામનો સંપર્ક તૂટી ગયો હતો. નાળા નીચે પાણી ભરાતા ગામ લોકોને ભારે મુશ્કેલીમાં વાહનો ઉંચકીને લઈ જવાની ફરજ પડતા બે ગામનો સંપર્ક તૂટી જવા પામ્યો હતો.

નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌથી વધુ તિલકવાડા તાલુકામાં-147 મિ.મિ. અને સૌથી ઓછો સાગબારા તાલુકામાં-29 મિ.મિ. વરસાદ નોંધાયો છે. જ્યારે ગરૂડેશ્વર તાલુકામાં 72 મિ.મિ., નાંદોદ તાલુકામાં-36 મિ.મિ. અને દેડીયાપાડા તાલુકો-41 મિ.મિ. વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં આજે સુધીકૂલ 325 મિમિ અને સરેરાશ કુલ-65 મિ.મિ. વરસાદ નોંધાયો છે.

Advertisement

જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો તિલકવાડા તાલુકો-642 મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે દેડીયાપાડા તાલુકો-483 મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, નાંદોદ તાલુકો-355 મિ.મિ. સાથે તૃતિય સ્થાને, ગરૂડેશ્વર તાલુકો-280 મિ.મિ. સાથે ચોથા સ્થાને અને સાગબારા તાલુકો-217 મિ.મિ. વરસાદ સાથે પાંચમાં સ્થાને રહેવા પામ્યો છે.

જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ તેની ભયજનક સપાટી-૧૩૮.૬૮ મીટરની સામે-116.07 મીટર, કરજણ ડેમ તેની ભયજનક સપાટી-૧૧૬.૧૧ મીટરની સામે-103.02 મીટર, નાના કાકડીઆંબા ડેમ તેની ભયજનક સપાટી-૧૮૭.૭૮ મીટરની સામે-180 મીટર અને ચોપડવાવ ડેમ તેની ભયજનક સપાટી-૧૮૭.૪૧ મીટરની સામે-૧૭૯.૮૦ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેના ગેજ લેવલની ભયજનક સપાટી-૩૧.૦૯ મીટરની સામે 14.36 મીટર નોંધાઈ થયાં છે.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

નેત્રંગ તાલુકાના આદિવાસી સમાજના આગેવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ProudOfGujarat

ઉમરપાડાના અંબાડી ગામના જંગલમાં દારૂ આપવા અને લેવા આવેલા ત્રણ ઇસમોને પોલીસે ઝડપી પાડયા

ProudOfGujarat

લીંબડી અમદાવાદ હાઇવે ઉપર ગમખ્વાર અકસ્માત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!