ભરૂચના હિંગલ્લા – કુવાદર ગામ વચ્ચે બાવળનું વૃક્ષ ધરાશાયી થતાં વાહન વ્યવહારને અસર થવા પામી હતી. લાંબા વિરામ બાદ મેઘરાજાએ મહેર કરતા ધરતીપુત્રોમાં હરખની હેલી દોડી જવા પામી છે. તો બીજી તરફ વરસાદને પગલે વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે.
સોમવારે સવારે વરસતા વરસાદમાં હિંગલ્લા – કુવાદર ગામ વચ્ચે એક બાવળનું વૃક્ષ ધરાશાયી થતાં વાહન વ્યવહારને થોડીવાર માટે અસર થવા પામી હતી. સોમવારે વરસી રહેલા વરસાદ વચ્ચે વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહારને અસર થવા પામી હતી. વૃક્ષ ધરાશાયી થતા કોઈ વાહન પસાર થતું ન હોવાથી સદનસીબે જાનહાની સર્જાઈ ન હતી. હિંગલ્લા – કુવાદર માર્ગ પર જોખમી વૃક્ષોની ડાળીઓ સંબંધિત ખાતા દ્વારા દુર કરાય એવી વાહન ચાલકો દ્વારા માંગ ઉઠવા પામી છે.
Advertisement
યાકુબ પટેલ, પાલેજ