નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ભરૂચ તેમજ અંકલેશ્વર તાલુકાના ૧૭ જેટલા રસ્તાઓને રૂપિયા સાડા આઠ કરોડના ખર્ચે નવા બનાવવાની મંજૂરી આપવામાં આવી છે.
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા અંકલેશ્વર તાલુકાના સારંગપુર, ગડખોલ, અંદાડા, કાંસીયા તેમજ જૂના કાંસીયા ગામે અને ભરૂચ તાલુકાના ભોલાવ અને ઝાડેશ્વર ગામના રસ્તાઓને મંજૂરી આપવામાં આવી છે. ૧૭ જેટલા રસ્તાઓ રૂપિયા સાડા આઠ કરોડના ખર્ચે નવા બનાવવામાં આવશે. વર્ષો જૂની આ માંગ સંતોષવામાં આવી છે.
Advertisement
આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેને મંજૂરી મળતાં આ વિસ્તારના ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે. ટૂંક સમયમાં આ રસ્તાઓનું બાંધકામ શરૂ થશે.