રાજપીપલા ડબલ મર્ડર કેસનો ભેદ ઉકેલવામાં એલસીબી પોલીસને સફળતા મળી છે મરનાર હસમુખભાઇ શંકરભાઇ વસાવા સાથે આડા સબંધનો
શક-વહેમ રાખતો હોય જેની રીસ રાખી શ્રમજીવી દંપતીનું કાસળ કાઢી મોતને ઘાટ ઉતરવાની ઘટના સામે આવી છે.જેમાં રાજપીપલા જુના અખાડાના જર્જરીત મકાનના ધાબા ઉપરથી લાશમળી આવ્યા બાદ પોલીસે શકમંદ આરોપીને પકડતા આરોપીએ ગુનાની કબૂલાત કરી છે. જેમાં કચરો વીણી જીવન નિર્વાહ કરતા દંપતીને જમવા બેસેલ તે સમયે પાછળથી લીમડાનુ જાડુ લાકડુ તથા ઈંટજેવા પથ્થર વડે માથાના પાછળના ભાગે ગંભીર
ઇજાઓ કરી મોતને ઘાટ ઉતાર્યાની કબૂલાત કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ડબલ મર્ડરનો અનડીટેક્ટ ગુનો ગણત્રીના કલાકોમાં ડીટેક્ટ કરી આરોપીને ઝડપી પાડી એલ.સી.બી. નર્મદા પોલીસના જણાવ્યા અનુસાર રાજપીપલા વિસ્તારના જુના અખાડાના જર્જરીત મકાનના ધાબા ઉપર કચરો વીણી જીવન નિર્વાહ કરતા દંપતીને કોઇ અગમ્ય કારણોસર માથાના ભાગે ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવેલ બે લાશો મળી આવેલ. જે સબબ રાજપીપલા પો.સ્ટે.માં તા.૨૨/૦૭/૨૦૧૧ના રોજ ગુનો દાખલ થયેલ હોય જે ગુનાની તપાસ દરમ્યાન રાજપીપલા જુના અખાડા વિસ્તાર તથા કરજણ પુલ નીચે રહેતા શ્રમિકોની ઘનિષ્ઠ પુછપરછ કરતાં શકદાર ધર્મેશ ઉર્ફે ધનાભાઇ કાલીદાસભાઇ સલાટ નાએ કરેલ હોવાની બાતમી આધારે સદર આરોપીની યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા પોતાની પત્ની આ કામે મરણજનાર હસમુખભાઇ શંકરભાઇ વસાવા સાથે આડા સબંધનો શક-વહેમ રાખતો હોય જેની રીસ રાખી બનાવના દિવસે મરણજનાર બન્ને દારૂના નશામાં જમવા બેસેલ તે સમયે પાછળથી લીમડાનુ જાડુ લાકડુ તથા ઇટ જેવા પથ્થર વડે માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ તથા શરીરે અન્ય જગ્યાએ ઇજાઓ કરી મોત નિપજાવેલાની હકીકત જણાવી ગુનાની કબુલાત કરેલ. જેથી આરોપી ધર્મેશ ઉર્ફે ધનાભાઇ કાલીદાસભાઇ સલાટ (ઉ.વ.૩૫ હાલ રહે. કરજણ
પુલની નીચે રાજપીપલા તા.નાંદોદ જી.નર્મદા મુળ રહે. ચીચડીયા તા.ગરૂડેશ્વર જી.નર્મદાના)ને ગુનાના કામે રાજપીપલા પો.સ્ટે.ને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ઘરવામાં આવી છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા