– ભરૂચથી સુરત તરફ જવાના હાઈવે પર ટ્રાફિક સર્જાયો ભારે જહેમત બાદ ટ્રાફિક હળવો પડયો.
ભરૂચ નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર પુનઃ એકવાર ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી છે. અંકલેશ્વર વાલિયા ચોકડી બ્રિજ પર અડધો કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈન લાગી રહી છે. ભરૂતમાં નવો નર્મદા મૈયા બ્રિજ કાર્યરત થઈ ગયો છે. જોકે, વરસાદી માહોલ અને વાહનોના જુના તેમજ નવા હાઇવે ઉપર વધુ ભારણ સાથે ભરૂચથી સુરત તરફ જવાના હાઈવે પર ટ્રાફિકજામની કતારોએ બન્ને હાઇવે અને શહેરોના આંતરીક માર્ગને ભરડામાં લીધા છે.
ભરૂચથી સુરત તરફ નેશનલ હાઇવે 48 ઉપર ભરૂચથી સુરત તરફ જવાના હાઈવે પર લાંબી કતારો જોવા મળી હતી. નેશનલ હાઈવે નં. 48 ઉપર અવારનવાર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાય છે. ચોમાસું નજીક હોય ત્યારે યોગ્ય સમારકામના અભાવે આ સ્થિતિનું નિર્માણ થાય છે. સુરત તરફ જવાના માર્ગ ઉપર રસ્તો અત્યંત ઉબડખાબડ છે અને તેના કારણે વાહનોની ગતિ ધીમી પડી જાય છે. જેથી સતત ધમધમતા હાઈવે ઉપર ટ્રાફિકજામ થઇ જાય છે. વાહન ચાલકોના સમય અને ઇંધણ બંનેનો વ્યય જોવા મળ્યો હતો. ત્યારે નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા આ સમારકામ ઝડપથી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ઘણા સ્મયની જહેમત બાદ ટ્રાફિક હળવો પડ્યો હતો.
મુકેશ વસવા : અંકલેશ્વર