કોરોના મહામારીની બીજી લહેરે કેટલાય લોકોને પરિવાર વિહોણા તો કેટલાય લોકોને અનાથ કરી દીધા હતા, પરંતુ બીજી લહેરના વધતાં જતાં કેસ બાદ લોકો વેક્સીનેશન તરફ વળ્યા હતા જેથી કોરોનાનાં કેસમાં 15 મી જૂન બાદથી કેસોમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો.
ભરૂચ અંકલેશ્વરના કોવિડ સ્મશાન ખાતે છેલ્લે 19 મી જૂનના રોજ મૃતદેહના અંતિમ સંસ્કાર થયા બાદ આજરોજ એક મહિનો અને ચાર દિવસ બાદ ફરી ભરૂચમાં યુવકનાં મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવી રહ્યો છે. શું આ કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ રહી છે..?
ભરૂચ જીલ્લામાં કોરોનાના કેસો હવે નહીવત થઇ ગયા હતા છેલ્લા કેટલાક દિવસથી 1 કેસ નોંધાઈ રહ્યો છે તો બીજી તરફ કોવીડ સ્મશાનમાં પણ હાલ નીરવ શાંતિ જોવા મળી રહી હતી. છેલ્લા 35 દિવસથી એક પણ મૃતદેહ અગ્નિદાહ માટે આવ્યો ન હતો.
પરંતુ આજરોજ ભરૂચની ખાનગી હોસ્પીટલમાં સારવાર લેનાર ભગત અભેસંગ અમરસંગ તેઓની ઉમર 69 વર્ષ રહે, બી/૩૪,સીતાકુંજ વિહાર સોસાયટી, મકતમપુર, ઝાડેશ્વર રોડ, ભરૂચનાઓ ગત તારીખ 8 મી જુલાઈથી આજરોજ સુધી આર.કે હોસ્પીટલમાં સારવાર લઈ રહ્યા હતા. લાંબી સારવાર બાદ આજરોજ તેમનું મૃત્યુ થયું હતું અને તેમણે ભરૂચ અંકલેશ્વર વચ્ચે આવેલ કોવિડ સ્મશાન ખાતે આજરોજ એક મહિનો અને ચાર દિવસ પછી કોરોના સ્મશાનમાં અગ્નિસંસ્કાર માટે લાવવામાં આવ્યા હતા. પરિવારના મુખ્ય સદસ્યના મોત નિપજવાને કારણે પરિવારમાં માતમનો માહોલ સર્જાયો હતો.
રિધ્ધી પંચાલ, ભરુચ