Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ પુરું પાડતી મોટામિયાં માંગરોળની ગાદી દ્વારા સાદગીભરી રીતે ગુરૂ પૂર્ણિમાની કરાયેલી ઉજવણી.

Share

ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ પુરું પાડતી ઐતિહાસિક મોટામિયાં માંગરોળની ગાદી સાથે સંકળાયેલ ખ્વાજા મોટામિયાં ચિશ્તી સાહેબની દરગાહ ખાતે સાદગીભરી ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી, ઘેર-ઘેર ગાય પાળો, કોમી એકતા, ભાઈચારો માનવસેવા વ્યસનમુક્તિ, ઘેર ઘેર વૃક્ષો વાવોનો સંદેશ આપતી મોટામિયાં માંગરોળની ગાદીના વર્તમાન ગાદીપતિ હઝરત પીર સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીએ રહેઠાણ પાલેજ મુકામે તથા તેમના સુપુત્ર-અનુગામી ડો. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી મોટામિયાં માંગરોલની ગાદી ખાતે ઉપસ્થિત રહી મુલાકાત આપી આશીર્વાદ આપ્યા હતા.

વર્ષોની પરંપરા અનુસાર ગુરુ પૂર્ણિમાના દિને વિશેષ સંદેશ પાઠવતા જણાવવામાં આવ્યું હતું કે, આધુનિક યુગમાં ગુણવત્તા માત્ર ભૌતિક જગત પૂરતી સીમિત થઇ ગઇ છે, પરંતુ ખરેખર તો ગુણવત્તા જીવનમાં જાળવવી જરુરી છે, અને એટલે જ જીવન અને તેની સાથે સંકળાયેલ ગુણવાનપણાંનો ગૂઢાર્થ સમજાવતો સ્ત્રોત એટલે જ ગુરુ, જીવનને ઉન્નત બનાવવા માટે ગુણવત્તા મહત્વનું ઘટક છે. બદલાતા સમયમાં ભલે ઘણુંય બદલાતું રહે પરંતું પ્રાચીનકાળથી લઇ આધુનિક કાળમાં પણ અધ્યાત્મનો ઉદ્દેશ યથાવત રહ્યો છે માટે આજના દિવસે શિષ્યએ ગુરુ તરફથી મળેલ ઉપદેશને અનુસરવા સંકલ્પ કરવો જોઇએ, સાથે કન્યા કેળવણી તથા શિક્ષણ ખાસ ભાર મૂકી વૃક્ષ વાવવા પણ આહવાન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કોરોના ગાઇડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક તેમજ સેનેટાઈઝરનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચમાં રાજકારણ ગરમાયું, ભાજપ સાથે છેડો ફાડી 100 થી વધુ આગેવાનોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો.

ProudOfGujarat

ઊંઝામાં ઉમિયા માતાજીની પરંપરાગત નગરયાત્રા યોજાઇ.

ProudOfGujarat

મુખ્યમંત્રી ભરૂચમાં : ભાજપ જિલ્લા સંગઠન, સંઘ પરિવાર, જનપ્રતિનિધિઓ અને સંકલન સમિતિ સાથે દિવસભર બેઠકોનો દોર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!