ઉંમરપાડા તાલુકાના ઉંચવાણ ગામેથી મીલન બજારના નીકળતા આંકો ઉપર પૈસા વડે હાર-જીતનો જુગાર રમતા શખ્સને પોલીસે ઝડપી લીધો હતો.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઉંમરપાડા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પ્રોહીજુગાર અંગેની રેડમાં નીકળ્યા હતા તે દરમિયાન ઉંચવાણ ગામે જુગાર રમાઇ રહ્યો હોવાની બાતમી મળી હતી.
જેથી પોલીસે ઉંચવાણ ગામે બાતમીવાળી જગ્યાએ રેડ કરતાં ત્યાં ઉભેલા ઇસમો નાસી છૂટયા હતા.જ્યારે સ્થળ ઉપર લખી રહેલા ઈસમને ઝડપી તેનું નામઠામ પૂછતાં પોતાનું નામ હેમરાજભાઈ નાનુભાઈ રાજપુરોહિત (ઊં.વ.૩૫) રહે.ખેડપુર ગામ,મહાદેવ મંદિરની પાછળ તા.માંડવીનો હોવાનું જણાવ્યું હતું અને ઘરનાં પાછળનાં ભાગે આવેલ ખુલ્લી જગ્યામાં મિલન બજારથી નીકળતા આંકો પર ગ્રાહકો પાસે પૈસા લઈ હાર-જીતનો જુગાર રમાડતો હોવાનું કબૂલ્યું હતું.પોલીસે તેની અંગઝડતી કરતા રોકડ રકમ રૂ.૩૫૦ મળી આવ્યા હતાં.ઉપરાંત જુગાર રમવાનું સાહિત્ય કબ્જે લઈ ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ જુગારધારા કલમ ૧૨(અ)હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
વિનોદ મૈસુરિયા : વાંકલ