આજરોજ છોટાઉદેપુર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા છોટાઉદેપુર કલેકટરને આવેદન આપીને વિરોધ વ્યક્ત કર્યો હતો. મીનાક્ષી લેખી દ્વારા ખેડુતોને મવાલી કહેવામા આવ્યા. તેથી આપ દ્વારા આજે છોટાઉદેપુર કલેકટરને આ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.
આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તેમજ સેન્ટ્રલ ઝોનના સંગઠન મંત્રી અર્જુનભાઇ રાઠવા, છોટાઉદેપુર આમ આદમી પાર્ટી પ્રમુખ ધર્મેન્દ્રસિંહ રાજપૂત, ખેડૂત સેલના પ્રમુખ નરેન્દ્ર ભાઈ પટેલ, નરહરિભાઈ પટેલ, સામાજિક કાર્યકર તેમજ સહિતના નેતાઓ ઉપરાંત અન્ય કાર્યકરો હાજર રહ્યા હતા.
ફૈજાન ખત્રી કલારાણી તા.જેતપુર પાવી જિ.છોટાઉદેપુર.
Advertisement