મહીસાગર જિલ્લામાં કડાણા ડેમની વચોવચ અને ઘનઘોર જંગલ અને લીલી વનરાજી વચ્ચે આવેલ ડુંગરની ગુફામાં નદીનાથ મહાદેવનું મંદિર આવેલ છે આ ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતા ડુંગરની વચોવચ આવેલ નદીનાથ મહાદેવના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે.
મહીસાગર જિલ્લાના કડાણા ડેમની મધ્યસ્થ અને ઘનઘોર જંગલ અને લીલી વનરાજી વચ્ચે એક ડુંગરની ગુફામાં નદીનાથ મહાદેવનું 850 વર્ષ જુનું મંદિર આવેલું છે. લોક વાયકા પ્રમાણે કડાણા ડેમના નિર્માણ પહેલા અહીં મહીપૂનમ, ભાદરવી પૂનમે મેળો ભરાતો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો આવતા હતા પરંતુ ત્યારબાદ ડેમનું નિર્માણ કરવામાં આવતા ગુફામાં આવેલ ભેકોટલિયા બાવાજી મંદિર તેમજ નદીનાથ મહાદેવ મંદિર ડુબાણમાં જતા આઠસો પચાસ વર્ષ પુરાણુ આ અલૌકિક શિવજીનું ગુફામાં આવેલ મંદિર ફરી એકવાર ડેમની સપાટીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાતા ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. કડાણા ડેમ બન્યાને આજે 50 વર્ષ ઉપર વર્ષો વિત્યા છે અને અનેક વખત મહીસાગર નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યા બાદ પણ ગુફામાં આવેલું શિવલિંગ છૂટું હોવા છતાં એના એ જ સ્થાને બિરાજમાન છે જેના કારણે શ્રદ્ધાળુઓમાં શિવજીના મંદિર પ્રત્યે અતુટ આસ્થા સંકળાયેલી જોવા મળે છે.
પંચમહાલ રાજુ સોલંકી
મહીસાગર નદીમાં પાણીની સપાટીમાં ઘટાડો થતાં પૌરાણિક નદીનાથ મહાદેવનુ શિવલિંગ દ્રશ્યમાન થયું : શ્રધ્ધાળુઓની ભીડ ઉમટી.
Advertisement