માંગરોળ તાલુકાના વાંકલ ખાતે જીલ્લા પંચાયત આર્યુવેદ શાખા, સુરત દ્વારા જીલ્લા આર્યુવેદ વેધ મિલન દશોડીના માર્ગદર્શન હેઠળ માંગરોળ તાલુકાના વાંકલ અને કંટવાવ ગામે ઇતિહાસ માં સૌપ્રથમ વાર મધુમેહ (ડાયાબીટીસ) અને અન્ય બીમારીના નિવારણ અને સામાન્ય સુખાકારી માટે “આર્યુવેદ” અને યોગ વિષય પર આશાવર્કર બહેનો માટે બે દિવસ તાલીમ શિબિરનું આયોજન શ્રી એન ડી દેસાઈ હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવ્યું હતું. મધુમેહ એટલે ડાયાબિટીસ કે જેના માટે આજની જીવનશૈલી અને ફૂડ હેબિટસ જવાબદાર હોય આર્યુવેદોક્ત દિનચર્યા, ઋતુઓ, સદવ્રતનું જ્ઞાન તેમજ આસપાસની ઔષધિયો, તેના ઉપયોગ અને ઘરગથ્થું ઉપચાર તથા યોગ પ્રાણાયામનું પ્રેક્ટિકલ જ્ઞાન, જીલ્લા આર્યુવેદ તાલીમ ટીમ વૈદ્ય સંજય(કંટવાવ), વૈદ્ય પિયુષ, વૈદ્ય પ્રીતિ, વૈદ્ય નિલેશ, વૈદ્યશૈલેષ, વૈદ્યઘન શ્યામ તથા રિંકુ વિગેરે વૈદ્ય તેમજ શાળાનો સ્ટાફગણ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્મનું સફળ આયોજન વાંકલ આર્યુવેદના મેડિકલ ઓફિસર વૈદ્ય હેમાલી સુરતીએ કર્યું હતું.
વિનોદ મૈસુરિયા : વાંકલ
વાંકલ : માંગરોળ તાલુકાના આર્યુર્વેદીક દવાખાના વાંકલ અને કંટવાવ દ્વારા સૌપ્રથમવાર આર્યુર્વેદીક તાલીમ શિબિરનું આયોજન કરાયું.
Advertisement