Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયા : રાજપારડી વાહનચોર ટોળકીના છ આરોપીઓ ઝડપાતા મોટરસાયકલ ચોરીનું કૌભાંડ પકડાયુ.

Share

ભરૂચ જિલ્લાના રાજપારડી ખાતે પોલીસે ચોરીની મનાતી ૩૧ મોટરસાયકલો સાથે વાહનચોર ટોળકીના છ આરોપીઓને ઝડપી લીધા હતા. રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ તા.૨૨ મીના રોજ રાજપારડી પીએસઆઇ જે.બી.જાદવ પોલીસ ટીમ સાથે રાજપારડી નજીક ભુંડવા ખાડીના નાળા પાસે વાહન ચેકિંગમાં હતા. રાજ્ય સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ઇ ગુજકોપ અંતર્ગત આપેલ મોબાઇલ પોકેટકોપ તેમજ ઇ ગુજકોપમાં વાહન સર્ચ દરમિયાન લગભગ ૫૦ જેટલા વાહનો સર્ચ કરવામાં આવતા તે દરમિયાન હિરો કંપનીની બે મોટરસાયકલ લઇને બન્ને પર ડબલ સવારી ચાર ઇસમો ઝઘડીયા તરફથી આવતા હતા તેમને રોકીને તપાસ કરતા શંકાસ્પદ જણાયા હતા.

પોલીસે મોટરસાયકલના કાગળો માંગત‍ા તે મળી શકેલ નહિ, તેથી પોલીસને આ મોટરસાયકલો ચોરીની હોવાની શંકા ગઇ હતી. જરૂરી તપાસ દરમિયાન મોટરસાયકલોના માલિકોના નામ જાણવા મળ્યા હતા. આ બન્ને મોટરસાયકલો ચોરાયા બ‍ાબતે સુરત જિલ્લાના કીમ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા હોવાની જાણ થઇ હતી. પોલીસે આ બન્ને મોટરસાયકલ પર આવેલા ચારેય ઇસમોને હસ્તગત કરીને પુછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા અને તેમણે કબુલાત કરી હતી કે તેઓએ પોતાના અન્ય સાગરીતો સાથે ગુજરાતના સુરત, કડોદરા, કાપોદરા, કામરેજ, કીમ, નવસારી, બારડોલી, ગરુડેશ્વર, અમદાવાદ, સંખેડા, હાંસોટ, ભરુચ જેવા વિસ્તારોમાંથી આશરે ૪૧ જેટલી મોટરસાયકલોની ચોરી કરીને પોતાના વતન મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના દરકલી ગામની નજીક આવેલ જંગલમાં છુપાવી રાખેલ હોવાની કબુલાત કરી હતી. બાદમાં રાજપારડી પીએસઆઇ જે.બી.જાદવ અને નેત્રંગ પીએસઆઇ એન.જે.પાંચાણી સાથે મધ્યપ્રદેશમાં જંગલ વિસ્તારમાં અલગ-અલગ જગ્યામાં રાત્રી દરમિયાન સર્ચ ઓપરેશન કરીને ચોરીની મનાતી કુલ ૩૧ જેટલી મોટરસાયકલો કબજે લીધી હતી.

પોલીસે આ ઘટનામાં કુલ ૭.૭૪ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. રાજપારડી પોલીસની આ તપાસ દરમિયાન વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા બાઇકચોરીના ગુનાઓનો પર્દાફાશ થયો હતો. પોલીસે આ ઘટનામાં શિલદારભાઇ વેરસિંગભાઇ ડોડવા રહે.છોટી ઉતવાલી જિ.અલીરાજપુર, ગુમાનસિંગ વાલસિંગ સસ્તીયા રહે.દરકલી જિ.અલીરાજપુર, રીકેશભાઇ હુનાભાઇ ભૈડીયા રહે.કુંડવાટ જિ.અલીરાજપુર, માસીયાભાઇ રજાનભાઇ સસ્તીયા રહે.દરકલી જિ.અલીરાજપુર, રણછોડભાઇ ભાવસિંગભાઇ ધારવા રહે.દરકલી જિ.અલીરાજપુર અને કિરીટભાઇ ઉર્ફે કિરણભાઇ હેમતાભાઇ જમરા રહે.કુંભી
જિ.અલીરાજપુર મધ્યપ્રદેશનાને હસ્તગત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ કોરોના મહામારી વચ્ચે ફરજ બજાવતા પોલીસ કર્મીઓ માટે બેન્ક ઓફ બરોડા દ્વારા વિતરણ કરાયું.

ProudOfGujarat

ભરૂચ તાલુકાના નબીપુર પોલીસ મથકમાં બકરી ઈદના પર્વ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat

અંકલેશ્વરની લાયન્સ સ્કૂલનો રજત જયંતી મહોત્સવ ઉજવાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!