· કંપનીની કુલ સીધા પ્રિમિયમની આવક (જીડીપીઆઇ) નાણાકીય વર્ષ 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ.37.33 અબજએ પહોંચી છે, જે નાણાકીય વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ.33.02 અબજ હતી. આ ઔદ્યોગિક વૃદ્ધિને આભારી છે.
· નાણાકીય વર્ષ 2022ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં કમ્બાઈન્ડ રેશિયો 121.3 ટકા રહ્યો હતો, જે નાણાકીય વર્ષ 2021માં 99.7 ટકાએ પહોંચ્યો હતો, એ ત્રિમાસિક ગાળા દરમિયાન કોવિડ-19 રોગચાળાને લીધે અસરગ્રસ્ત છે. નાણાકીય વર્ષ 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કમ્બાઈન્ડ રેશિયોમાં કોવિડ-19ની આરોગ્ય બૂકની અસર રૂ.6.02 અબજ હતો, જે નાણાકીય વર્ષ 2021 ના પ્રથમ ત્રિમાસિકગાળામાં રૂ.0.20 અબજ હતો અને સમગ્ર નાણાકીય વર્ષ 2021 માં રૂ.3.39 અબજે પહોંચ્યો છે.
· કરવેરા પહેલાનો નફો (પીબીટી)એ નાણાકીય વર્ષ 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ.2.02 અબજે પહોંચ્યો હતો. જે નાણાકીય વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ.5.31 અબજ હતો. તેમાં 62.1 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.
. નાણાકીય વર્ષ 2022 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કેપિટલ ગેઈન વધીને રૂ.2.44 અબજ થયું છે. જે નાણાકીય વર્ષ 2021 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ.0.61 અબજ હતું.
· સતત કરવેરા પછીનો નફો નાણાકીય વર્ષ 2022 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ.1.52 અબજે થયો છે, જે નાણાકીય વર્ષ 2021 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ.3.98 અબજ હતો, તેમાં 61.9 ટકાનો ઘટાડો થયો છે.
· નાણાકીય વર્ષ 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રિટર્ન ઓન એવરેજ ઇક્વિટી (આરઓએઇ) 8.1 ટકા હતી, જે નાણાકીય વર્ષ 2021 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 25.1 ટકા જેટલી નોંધાઈ હતી.
· જૂન 30, 2021 ના અંતે સોલ્વન્સી રેશિયો 2.76 ગણો હતો. જે માર્ચ 31, 2021 ના રોજ પૂરા થતા વર્ષના અંતે 2.90 ગણો હતો અને આ બંને ઓછામાં ઓછા નિયમનના 1.50 ગણાના રેશિયો કરતા વધુ છે.
સૂચિત્રા આયરે