ગુરૂ કોઇ વ્યક્તિ નથી. ગુરુ એક ચેતનાનો પૂંજ છે. જે શિષ્યમાં તેમને તેની ઊર્જાનો સંચાર કરીને તેમના જીવનને આલોક્તિ કરી દે છે.જો નરેન્દ્રને રામ કૃષ્ણપરમહંસ ન મળ્યાં હોત તો તેમને કદાચ વિવેકનંદનું સર્જન પણ ન થયું હોત એ ગુરૂ જ છે, અણઘડ વ્યક્તિત્વને સુઘડ બનાવીને તેને ઉર્જાવાન બનાવે છે.23 જુલાઈએ અષાઢ સુદ પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાશે. ચાલુ વર્ષે પૂર્ણિમાની તિથિને લઈ મતભેદ હોવાથી કેટલીક ધાર્મિક સંસ્થા અને મંદિરો શનિવારે ગુરુ પૂર્ણિમા ઊજવશે. કોરોનાના પગલે જાહેર ભંડારા બંધ કરી દેવાયા છે. જોકે ભક્તો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને દર્શન કરી શકશે.
જ્યોતિષ શાસ્ત્રી નયન જોશી અનુસાર શુક્રવારે સવારે 10:45 વાગ્યા સુધી ચૌદશ છે, ત્યાર બાદ પૂનમ શરૂ થાય છે. 24 જુલાઈએ પૂનમ સવારે 8:09 કલાક સુધી છે. આથી જ્યોતિષ શાસ્ત્રીઓ મુજબ ગુરુ પૂર્ણિમા શુક્રવારે ઉજવવાની રહેશે. નારેશ્વરમાં શુક્રવારે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઊજવાશે. જોકે મંદિર ટ્રસ્ટ દ્વારા પદયાત્રીઓએ પદયાત્રા કાઢીને નારેશ્વર આવવા પર મનાઈ ફરમાવી છે.
મંદિરમાં રહેવાની અને જમવાની વ્યવસ્થા પણ બંધ છે. મંદિરમાં ગુરુ પૂર્ણિમાના દિવસે ધાર્મિક કાર્યક્રમો પણ બંધ રહેશે. મંદિર સવારે 5:30 થી બપોરે 12 અને બપોરે 2:30 થી સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લું રખાશે. જ્યારે માંજલપુર વ્રજધામ સંકુલ ખાતે પૂ.વ્રજરાજકુમારજીની નિશ્રામાં ગુરુ પૂર્ણિમા ઉજવાશે. જે અંતર્ગત રાજદરબાર મનોરથ અને મોરકુટીર મનોરથ મનાવાશે
ગુરુ પુર્ણિમા વિશેષ : ગુરૂ ગોવિન્દ દોનો ખડે કિસકો લાગુ પાયં. બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય
Advertisement