Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોનાના કેસ ઘટતા રેલવે વિભાગે ફરી અમુક ટ્રેન શરૂ કરવાનો લીધો નિર્ણય

Share

ગુજરાતમાં એક તરફ રસીકરણનું અભિયાન પુર જોશમાં ચાલી રહ્યું છે. ત્યાં બીજી તરફ કોરોનાના દર્દીઓ પર ઝડપથી રિકવર થઈ રહ્યાં છે. અને કોરોનાના કેસમાં પણ ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાત માટે આ એક મોટી રાહતના સમચાર કહી શકાય. આ સ્થિતિને કારણે ગુજરાતના લોકો માટે વધુ એક રાહત આપતા સમાચાર આવ્યાં છે. ટ્રેનમાં મુસાફરી કરતા લોકોની હાલાકી હવે ઓછી થશે.

Kolkata: Migrants walk in a queue after deboarding from a special train at Howrah station, during COVID-19 lockdown 5.0, in Kolkata, Monday, June 1, 2020. (PTI Photo/Swapan Mahapatra)(PTI01-06-2020_000134B)
કારણકે, કોરોનાના કેસમાં ઘટાડો થતાં રેલવે વિભાગે ટ્રેનોની સંખ્યા વધારવાનો નિર્ણય લીધો છે. તંત્ર ઘણી બધી જગ્યાઓ પર હવે અગાઉ લગાવેલાં નિયંત્રણોને સાવ હટાવી દીધાં છે. જોકે, લોકોએ હજુ પણ પોતાની રીતે સતર્ક રહેવાની જરૂર છે. કોરોનાના કેસ ઘટના ટ્રેનનો સંખ્યા વધારવામાં આવશે. આગામી 7 ઓગસ્ટથી અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડતી તેજસ ટ્રેન ફરી શરૂ કરવામાં આવશે. આ સમાચાર અમદાવાદ અને મુંબઈ બન્ને શહેરોમાં નિયમિત મુસાફરી કરતા લોકો માટે મોટી રાહત આપનારા છે.

Advertisement

રેલવે વિભાગે સત્તાવાર જાહેરાત કરી છેકે, 7 ઓગસ્ટથી અમદાવાદ-મુંબઈ તેજસ ટ્રેન ફરી શરૂ કરવામાં આવશે. આ સાથે જ શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવારે આ ટ્રેન ચાલશે તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરી દરમિયાન મુસાફરોએ કોરોના સરકારે જાહેર કરેલ sop નું પાલન કરવું પડશે. મુસાફરોની માંગને લઈને અને કોરોના કેસ ઘટતા રેલવે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

તેજશ ટ્રેન અમદાવાદથી સવારે 6.40 વાગે અને મુંબઇ થી બપોરે 3.45 વાગે ઉપડશે. દરેક મુસાફરોએ કોરોનાને લઈને સરકારે આપેલી ગાઈડ લાઈન્સનું પાલન કરવું પડશે. એટલું જ નહીં તેજસમાં સવાર દરેક મુસાફરોના સમાન સેનેટાઇઝ કરાશે. સાથે જ ટ્રેનમાં પેન્ટ્રી અને શૌચાલય કે જેનો વધુ ઉપયોગ થતો હોય છે તેના સહિત ટ્રેનમાં તમામ સ્થળ સેનેટાઇઝ કરવામાં આવશે

તેજસ સાથે સાથે ભારત દર્શન અને પિલગ્રીમ ટુર પણ શરુ કરવામાં આવશે. ભારત દર્શનની ત્રણ ટ્રેન દેવ મહાબળેશ્વર, સાઉથ દર્શન અને હરીહર ગંગે શરૂ કરાશે. પિલગ્રીમ સ્પેશિયલ ટુરીસ્ટ ટ્રેન અંતર્ગત ઉત્તર દર્શન સાઉથ દર્શન અને રામ જન્મભૂમિ સાથે છપૈયાનુ બુકીશ શરૂ થશે. આઈઆરસીટીસી દ્વારા અમદાવાદથી ટુર પેકેજ શરૂ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત લેહ લદાખ, અંદમાન ,કર્ણાટક,નોર્થ ઇસ્ટ , સિમલા મનાલી, કાશ્મીર અને કેરળના પેકેજ શરૂ કરાયા છે.

ટુર પેકેજના મુસાફરે હવાઇ મુસાફરી માટે આરટીપીસીઆર રિપોર્ટ ફરજીયાત કરાવવો પડશે. રેલવેની મુસાફરી માટે વેક્શીનનો એક અથવા બે ડોઝ લીધા હશે તો રીપોર્ટની જરૂર નહીં પડે. તમામ મુસાફરોએ આરોગ્ય સેતુ એપ્લીકેશન ડાઉનલોડ કરેલી હોવી જોઇએ.
આગામી સમયમાં 150થી વધુ ખાનગી ટ્રેન રેલવેમાં લાવવાનું રેલવે તંત્રનું આયોજન છે. આ ઉપરાંત મુસાફરોને સેફ્ટીકીટના ભાગરૂપે માસ્ક અને સેનેટાઇઝરની કીટ આપવામાં આવશે. સાથે જ જો કોઇ જગ્યાએ રેલવે વધારે સમય રોકાશે તો ત્યાં પણ રેલવની કોચના ભાગ સેનેટાઇઝ કરાશે.


Share

Related posts

અંકલેશ્વરના અંસાર માર્કેટમાં આગ…

ProudOfGujarat

માંગરોળ : સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલનાં પ્રાણીશાસ્ત્ર વિભાગ અને વાંકલ વનવિભાગ દ્વારા વિશ્વ વન્યજીવ દિવસની ઊજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

ભરૂચની નારાયણ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ ખાતે ૧૬ જુલાઇ એ નિ:શુલ્ક મેગા મેડિકલ કેમ્પ યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!