Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોલ TDO તરીકે પ્રોબેશન સમય માટે મુકાયેલા શિવાંગી શાહનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો.

Share

સુરત જિલ્લાના માંગરોલ તાલુકા વિકાસ અધિકારી તરીકે પ્રોબેશન પર શિવાંગિ શાહ મુકાયેલા હતા. તેઓનો પ્રોબેશન સમય પૂર્ણ થતાં સરકાર તરફથી તેમને પ્રાંત અધિકારી મંજુરા સુરત સીટીમા નિમણુક થતા આજરોજ તેઓનો વિદાય સમારંભ તાલુકા પંચાયત કચેરીના સભાખંડમા પ્રમુખ ચંદનબેન ગામીતની અધ્યક્ષતામા રાખવામાં આવેલ હતો. તાલુકા પંચાયતના ચૂંટાયેલા પદાધિકારી તરફથી તેમજ સ્ટાફ, તલાટી મંડળ તરફથી તેઓને સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી.

આ સમારંભમા પ્રમુખ ચંદનબેન ગામીત, ઉપ પ્રમુખ ભરતભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ મહાવીર સિંહ પરમાર, તાલુકા પંચાયત સભ્ય ડો યુવરાજ સિંહ સોનારીયા, તૃપ્તિ બેન મૈસુરીયા, સુરત જિલ્લા બી. જે. પી. મહામંત્રી દીપકભાઈ વસાવા, ડી એફ છાસટિયા, હેમંતભાઈ મેહતા, સી. ડી. ચૌધરી તેમજ સ્ટાફ હાજર રહ્યો હતો દિપકભાઈએ બેનની કોરોના રસીકરણ કામગીરીને બિરદાવી હતી અને શુભેચ્છા પાઠવી હતી જયારે સમગ્ર કાર્યક્રમનુ સંચાલન ડી એફ છાસટિયાએ કરેલ હતુ.

વિનોદ મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

મલ્ટિપલ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઝઘડીયા સ્થિત GIDC માં ૫૦૦ અનાજની કીટનું દાન આપવામાં આવ્યું

ProudOfGujarat

ભરૂચનાં વડદલા નજીક લકઝરી બસ પલટી ખાતા અફરાતફરીનું વાતાવરણ સર્જાયું.

ProudOfGujarat

ભરૂચ : પ્રદુષણ ફેલાવતી કંપની સામે પગલા ભરવા ઝઘડિયાનાં ધારાસભ્યએ કલેકટરને પત્ર લખ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!