ભરૂચ અને તેના અંતરિયાળ વિસ્તારોમાં ચોરીના બનાવો ઘણા વધી રહ્યા છે, ગેરકાનૂની કામને અંજામ આપનારાઓ ભરૂચ પંથકમાં બેફામ બન્યા છે ભરૂચના શેરપુરાથી થોડેક અંશે દૂર આવેલ દહેગામને ચોરોએ નિશાનો બનાવ્યો અને સોના-ચાંદીના દાગીનાની લાખોની મત્તાની ચોરી કરી હતી.
ભરૂચ અને દહેજને જોડતા મુખ્ય માર્ગ ઉપર આવેલ દહેગામને તસ્કરોને નિશાનો બનાવ્યો હતો, બનાવ અંગે મળતી માહિતી મુજબ દહેગામમાં એક બંધ મકાનમાં કોઈ અવરજવર ન કરી રહ્યું હતું તે સમય દરમિયાન તસ્કરોએ બંધ મકાને નિશાન બનાવ્યું હતું, મકાનના નકુચા તોડીને ઘરમાં ઘૂસી અને તિજોરીમાં રહેલ સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરી હતી.
બનાવ અંગે મકાન માલિકને જાણ થતાં મકાન માલિકના પગ તળીએથી જમીન ખસી ગઈ હતી અને તેમના જણાવ્યા મુજબ બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ મળીને રૂ. 3.89 લાખની ચોરી થઈ હતી જે અંગે તેમને રૂરલ પોલીસને જાણ કરી ગુનો નોંધાવ્યો હતો. જે અંગે રૂરલ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.