તા.21 મી જુલાઇથી તા. 25 મી જુલાઇ સુધી અલૂણાં એટ્લે કે ગૌરીવ્રતનો તહેવાર માનવમાં આવી રહ્યો છે જેમાં કુંવારીકાઓ સહિત નવ વધુઓ વ્રત કરીને સૂકો મેવો જેવા કે કાજુ, અખરોટ, બદામ જેવા મેવા ખાઇને પોતાનો ઉપવાસ કરતાં હોય છે વ્રતના પાંચ દિવસ મહિલાઓ માટે ખાસ માનવમાં આવે છે.
જેથી અંકલેશ્વર શહેરમાં બાળાઓ અને મહિલાઓ છૂટથી આ પાંચ દિવસને માની શકે તે માટે બાગોમાં ફરવાની ખાસ સુવિધા આપવામાં આવી છે. દર વર્ષે ગૌરી વ્રત નિમિતે મેળાઓનો અવસર આવતો હોય છે પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે મેળા જેવા ભીડવાળા સ્થળો પર પ્રતિબંધ લાગવામાં આવી રહ્યા છે.
જેથી બાગોમાં પણ ભીડભાડ ન થાય તે માત્ર મહિલા અને બાળાઓ માટે બાગો ખુલ્લા સખવાની સવલત આપવામાં આવી, 10 કે તેથી વધુ વયના પુરષોને પાંચ દિવસ સુધી બાગોમાં આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
અંકલેશ્વર શહેર નગરપાલિકાના બહાર પડેલ જાહેરનામા અંતર્ગત તા-૨૧/૭/૨૦૨૧ થી તા-૨૫/૭/૨૦૨૧ સુધી જવાહર બાગ, સિનિયર સિટીઝન (સ્ટેચ્યુ પાર્ક) અને પરસોતમ બાગને ફક્ત મહિલાઓ માટે ખુલ્લો મૂકવામાં આવશે.
મુકેશ વસાવા : અંકલેશ્વર