આવનારી ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે વિવિધ રાજકીય પક્ષઓએ પોતાની કમર કસી છે ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા પણ તૈયારીના ભાગરૂપે કાર્યકરો સાથે સંકલન અને મિટિંગોનો દોર શરૂ કરી કરી દેવામાં આવ્યો છે.
જેના ભાગરુપે આજરોજ ભરૂચમાં આદમી પાર્ટીએ ચૂંટણીલક્ષી સંગઠનની મીટીંગ યોજી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આમ આદમી પાર્ટી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પોતાનું ખાતું ખોલી રાજ્યમાં ત્રીજા પક્ષ તરીકે ઉભરી આવી રાજયકીય ગરમાટાના દર્શન જનતાને કરાવ્યા છે ત્યારે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં પણ વિવિધ જિલ્લામાં પોતાના કાર્યકરોને પક્ષને મજબૂત બાનાવી ઉમેદવારો અને કાર્યકરો સાથે સંકલન અને મિટિંગોનો દોર શરૂ કરી ભરૂચ જિલ્લામાં પણ આવનારી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી આમઆદમી પાર્ટીના હોદેદારો અને કાર્યકરો સાથે રાજપુત છાત્રાલય ખાતે ગુજરાત પ્રદેશ સહ પ્રભારી રાજેશ શર્માના અધ્યક્ષતામાં સંગઠનલક્ષી મીટીંગ યોજી હતી. આ મીટીંગ દિલ્હીથી ગુજરાત પ્રદેશ સહ પ્રભારી રાજેશ શર્મા, ભરૂચ સંગઠન મંત્રી રામભાઇ ધડુક, સહ સંગઠન મંત્રી હરેશભાઈ જોગરાણા સહિત કાર્યકરો અને હોદેદારો હજાર રહ્યા હતા.
ભરૂચમાં આમ આદમી પાર્ટીએ ચૂંટણીલક્ષી સંગઠનની મીટીંગ યોજી.
Advertisement