કોરોનાના સમયગાળા દરમિયાન છેલ્લા બે વર્ષથી શાળા અને કોલેજો બંધ રાખવામા આવી હતી, છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન કલાસીસનો સિલસિલો શરૂ રહ્યો હતો અને પરીક્ષાઓ પણ ઓનલાઈન લેવામાં આવતી હતી. હાલ હવે કોરોનાના કેસઓમાં ઘટાડો થતાં લીંબડી મીલ રોડ પર આવેલ લીંબડી કેળવણી મંડળ સંચાલિત એ.આર.એસ. સખિદા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આજથી બીકોમ છઠ્ઠા સેમેસ્ટરની તેમજ બીએના ટીવાય છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો હતો.
વિદ્યાર્થીઓ હર્ષભેર પરીક્ષા આપવા માટે આવ્યા હતાં ત્યારે આ કોલેજના મેનેજમેન્ટ દ્વારા આવનાર પરીક્ષાર્થીઓને હાથ સેનીટાઈઝ કરી, ફરજિયાત માસ્ક પહેરી અને સામાજિક દુરી સાથે કોલેજમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
પરીક્ષા ખંડમાં પણ સરકારી ગાઈડલાઈન મુજબ આ કોલેજ દ્વારા સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી અને સામાજિક અંતર સાથે પરીક્ષા લેવામાં આવી હતી તેમજ આ પરીક્ષામા કોઇ પણ પ્રકારની ગેરરીતિના વિદ્યાર્થીઓ દ્વારા આચરવામાં ના આવે તેવી આ કોલેજના પ્રિન્સીપાલ દ્વારા સુચના આપ્યા પછી કોલેજમાં પરીક્ષકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર