ગુજરાત રાજ્યમાં બાયોડિઝલના વેચાણ પર છેલ્લા 4 વર્ષથી પ્રતિબંધ લગાવામાં આવ્યો છે તેમ છતાં પણ ગેરકાયદેસર રીતે તેની હેરાફેરી કરીને અંદરખાને વેચાણ થઇ જ રહ્યું છે, વડોદરા સુરતને જોડતા નેશનલ હાઇવે 48 પર બેફામ રીતે ખુલ્લેઆમ 20 થી 30 જેટલાં બાયોડીઝલ પંપો આવેલા છે જેથી બાયોડીઝલનું ગેરકાયદેસરનું વેચાણ ચાલી રહ્યું છે. શા કારણે તંત્ર કોઈ પગલું લઇ નથી રહી..?
બે દિવસ અગાઉ પણ અંકલેશ્વર વિસ્તારમાંથી બાયોડીઝલના વેપલાનો જથ્થો પકડાયો હતો અને ગતરોજ પણ અંકલેશ્વરના અંદાડા ગામ નજીક નેશનલ હાઇવે 48 પર આવેલ હોટલ શિવ કૃપાની સામે ટેન્કર નંબર GJ 12 BV 9446 ના આરોપી ડ્રાઈવર હિતેશકુમાર રામનિવાસ શર્માનાઓ આરોપી દેવજીભાઈ આહીર માધવ ટ્રાન્સપોર્ટના કહેવાથી કંડલા અંબાજી ઈમ્પોર્ટ કંપની પર જઈને બાયોડીઝલ પ્રવાહી આશરે 40,000/- લીટર જેની કુલ કિંમત 24,00,000/- નું ભરી અંકલેશ્વર અજય નામના માણસને સંપર્ક કરી ખાલી કરવાનું જણાવેલ હતું.
જેમાં ડ્રાઈવરે પોતાના કબ્જાના ટેન્કરમાં કોઈ પરવાનગી વગર આર્થિક લાભ માટે પેટ્રોલિયમ પદાર્થનો જથ્થો જવલનશીલ હોવાનું જાણવા છતાં ગેરકાનુની રીતે સંગ્રહ કરી જાહેર રોડ પર અવરજવર કરતા વાહનો અને માણસોની જિંદગી જોખમમાં મુકાય અથવા હાની પહોંચે તે રીતે નિયમો અનુસાર ફાયર સેફટીના સાધનો ઉપલબ્ધ ન રાખી ગુનો કર્યો હતો જેની અંકલેશ્વર શહેર પોલીસે ધરપકડ કરી હતી.
મુકેશ વસાવા : અંકલેશ્વર