ગોધરા ખાતે ખાતેથી પસાર થતી જયપુર મુંબઈ સુપરફાસ્ટ ટ્રેનમાં મુસાફરનું મોત થતા ચકચાર મચી જવા પામી હતી. હાર્ટઅટેકના કારણે મુસાફરનું થયું મોત થયાનું જાણવા મળેલ છે. મૃતદેહને ગોધરા સિવિલ ખાતે ખસેડી જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
ગોધરા રેલવે સ્ટેશન પરથી અનેક ટ્રેનો પસાર થાય છે.જેમા મૂંબઈ-જયપુર ટ્રેન પસાર થતી હતી તેના એક ડબામા બેઠેલા મૂસાફરનૂ મોત નિપજ્યુ હતૂ.આની જાણ થતા ટ્રેનન ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે થોભાવી દેવામા આવી હતી.ટ્રેન ગોધરા સ્ટેશન ખાતે થોભાવી મૃતદેહ ઉતારવામાં આવ્યો હતો,
સ્લીપરકોચ માં સવાર પરિવાર જયપુર થી સુરત તરફ જઈ રહ્યો હતો. રેલવે સ્ટેશન ખાતે મુસાફર નાન મોતની ગંભીરતા ન જળવાઈ હતી.સ્ટેશન ખાતે ફરજ પર ના GRP પોલીસ હાજર ન રહેતા ચર્ચાઓ જાગી હતી.ખાનગી ઇજારદારના સફાઈ કામદારો પણ સ્ટેશન ખાતે હાજર ન હોવાના કારણે ફરજ પરના રેલવે કર્મચારીઓ નેં ટ્રેનમાંથી મૃતદેહ ઉતારવાની ફરજ પડી હતી.સ્ટેશન અધિક્ષક દ્વારા 108 ઇમર્જન્સી સેવાની મદદ લઇ મૃતદેહ નેં ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યો હતો.
પંચમહાલ રાજુ સોલંકી