સત્તા પક્ષ અને વિપક્ષની નબળી કામગીરી અને તેમના પ્રત્યેના અસંતોષના કારણે ગુજરાતમાં લોકો પરેશાન થયા છે ત્યારે હવે આમ આદમી પાર્ટી પ્રત્યે લોકોમાં નવો આશાવાદ જાગ્યો છે. શહેરા તાલુકાના ધાંધલપુર ગામે ભગવાન શિવ મંદિરના સાનિધ્યમાં આમ આદમી પાર્ટીની લોક સંવાદ મિટિંગ રાખવામાં આવી હતી. આ મિટિંગમાં ગામમાંથી સાહીઠ જેટલા ગ્રામજનો હાજર રહ્યા હતા.જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ લોકો સાથે સંવાદ ચાલું કર્યો તે સાથે જ ઝરમર વરસાદ ચાલુ થયો હતો લગભગ બે કલાક ચાલેલી આ મિટિંગમાં સતત ઝરમર વરસાદ હોવા છતાં ગામ લોકોએ જગ્યા છોડી ન હતી અને જિલ્લા પ્રમુખને કહ્યું હતું કે, આપ આપનું કામ ચાલુ રાખો અમે વરસાદમાં પલડીશુ અમે હવે બધું સહન કરવા તૈયાર છીએ. બદલાવ લાવવો હશે તો પહેલાં પોતે બદલાવું પડશે તેવી ગામ લોકોએ વાત કરતાં જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ સૌનો દિલથી આભાર માન્યો હતો અને મિટિંગ ચાલું રાખી હતી.
ગુજરાતમાં અત્યાર સુધીનું શાસન, સત્તા પક્ષ અને વિપક્ષની નબળી કામગીરી, સરકારની નિષ્ફળતા એના પરથી ખબર પડે છે કે હજું જોઇએ તે પ્રમાણે સામૂહિક સુખાકારીના લાભોથી લોકો વંચિત છે.
એક તરફી, મારા તારા, વ્હાલા દવલા, અને પોતાના ગણ્યા ગાંઠ્યા કાર્યકરોનો વ્યક્તિગત વિકાસ આ સત્તા પક્ષ અને સરકાર કરતી હોય એવું સ્પષ્ટપણે દેખાઇ છે તેથી હવે સત્તા પરિવર્તન એ આનો ઉકેલ છે તેમ જણાવ્યું હતું.સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની લહેર છે, લોકોને જરૂર છે, લોકોની આશા છે એવું સ્પષ્ટપણે હવે દેખાય છે. આજે બે કલાક સુધી ચાલેલી મિટિંગમાં ઝરમર વરસાદ વરસ્યો હતો છતાં ગામ લોકો આ મિટિંગમાં ઉત્સાહ અને ઉમંગથી બેઠા હતા.
ગામના અગ્રણી વડીલ પ્રતાપભાઈ આને યુવા મિત્રના આયોજનથી આ મિટિંગ રાખવામાં આવી હતી. ઉપસ્થિત સૌ લોકોએ આમ આદમી પાર્ટીની ટોપી પહેરી ખુશ થયા હતા ગૌરવ અનુભવતા જોવા મળ્યાં.જિલ્લા ઉપ પ્રમુખ દયાલભાઇ આહુજા, જિલ્લા સહ સંગઠન મંત્રી દર્શન વ્યાસ, જિલ્લા સહ સંગઠન મંત્રી કૃણાલ ચૌહાણ, મધ્ય ઉત્તર ઝોનના કિસાન પ્રમુખ અરવિંદભાઈ માછી સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
રાજુ સોલંકી, પંચમહાલ .