Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાતમાં ત્રણ મહિનામાં 501 પ્રોજેક્ટ્સમાં રૂ. 13,500 કરોડથી વધુ રોકાણ થયું , જાણો એવું તો શું નિર્માણ પામી રહ્યું છે…?

Share

– કોવિડ 19 બાદ લોકોની માનસિકતા બદલાઈ : ખૂલી જ્ગ્યાવાળું મોટું ઘર કરી રહ્યા છે પસંદ

ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા)ના આંકડા મુજબ, નાણાકીય વર્ષ 2021-22માં છેલ્લા ત્રણ મહિનામાં બિલ્ડર્સ અને ડેવલપર્સે રૂ. 13508 કરોડના રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા છે.

Advertisement

એપ્રિલ-જૂન દરમિયાન લોન્ચ થયેલા કુલ પ્રોજેક્ટ્સમાંથી રૂ. 6285 કરોડના પ્રોજેક્ટ્સ તો એકમાત્ર અમદાવાદમાં શરૂ થયા છે. કોરોના આવ્યા બાદ રહેણાકમાં માગ વધી છે. લોકોની માનસિકતા બદલાતાં જે લોકો 1 BHKમાં રહેતા હતા તેઓ 2 BHK માં શિફ્ટ થઈ રહ્યા છે. આ સિવાય અપર મિડલ ક્લાસ ફ્લેટમાંથી બંગલો કે ફાર્મ હાઉસ કોન્સેપ્ટ તરફ વળ્યા છે.

આ બદલાવને કારણે બિલ્ડર્સ નવા પ્રોજેક્ટ લોન્ચ કરવાનું સાહસ કરી રહ્યા છે. આ સિવાય ગત વર્ષની તુલનાએ અત્યારે રેસિડેન્સમાં ડિમાન્ડ સારી છે તેથી રિયલ એસ્ટેટ સેક્ટરમાં રોકાણ આવી રહ્યું છે.

રૂ. 6285 કરોડના પ્રોજેક્ટ્સ અમદાવાદમાં શરૂ થયા છે. આ સિવાય વડોદરા રૂ. 2500 કરોડ, સુરત રૂ. 1711 કરોડ અને ગાંધીનગરમાં રૂ. 1135 કરોડના પ્રોજેક્ટ શરૂ થયા છે. રાજ્યમાં રૂ. 4,444 કરોડના રેસિડેન્શિયલ અને રૂ. 6,919 કરોડના રહેણાક અને કોમર્શિયલ ભેગા પ્રોજેક્ટ લોન્ચ થયા હતા. કોમર્શિયલમાં રૂ. 1962 કરોડનું રોકાણ આવ્યું હતું.

અમદાવાદના શાહીબાગ, મણિનગર જેવા જૂના વિસ્તારમાં રહેતા લોકો હવે ગાંધીનગર તરફ આવી રહ્યા છે અને એને કારણે ગાંધીનગર વિસ્તારમાં ઘણા નવા પ્રોજેક્ટ્સ શરૂ થયા છે. આ સિવાય ઇન્ફોસિટી અને ગિફ્ટસિટીમાં IT ઇન્ડસ્ટ્રીમાં કામ કરના લોકો સરગાસણ, રાયસણ આસપાસના વિસ્તારોમાં ઘર ખરીદી રહ્યા છે. આ વાતના લીધે ગાંધીનગરમાં નવા પ્રોજેન્ટસ વધ્યા છે.

રિધ્ધી પંચાલ , ભરુચ


Share

Related posts

સોમવારથી કોર્પોરેશન દ્વારા હાર્ડ રિકવરી શરૂ : બાકીદારો વેરો નહિ ભરે તો મિલકત થશે સીલ

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે મતદાર સુધારણા ઝુંબેશ અભિયાનને હાથ ધરી સફળ બનાવવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ : દહેજની બિરલા કોપર કંપનીનાં કર્મચારીએ આત્મહત્યા કરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!