બાંગ્લાદેશથી ગુજરાતમાં ગેરકાયદે આવી અંકલેશ્વરમાં વસવાટ કરતાં ચાર બાંગ્લાદેશીઓની હત્યાના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસની તપાસ દરમિયાન એક બાંગ્લાદેશી આરોપી અજોમ શમશુ શેખની આતંકવાદી સંગઠન અન્સારૂલ્લા બાંગ્લા ટીમ (એબીટી )સાથે સંડોવણી બહાર આવી છે. અંકલેશ્વરમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પરથી અમરતપુરા ગામ નજીકથી ટ્રાવેલ બેગમાંથી અજાણ્યા પુરૂષના અંગો મળી આવ્યાં હતાં. અમરતપુરા બાદ સારંગપુર ગામ પાસેથી પણ ટ્રાવેલ બેગમાંથી પુરૂષના અંગો મળી આવ્યાં હતાં. ભરૂચ પોલીસે ટ્રાવેલ બેગ મિસ્ટ્રીનો ભેદ ઉકેલી નાંખી હત્યાના ગુનામાં સંડોવાયેલાં ચાર આરોપીઓને ઝડપી પાડયાં હતાં.
આરોપીઓ અંગે વધુ તપાસ હાથ ધરતા તેઓ ભરૂચ જિલ્લાના ક્યાં ખૂણામાં બેસીને પોતાના દેશને ઇન્ફોર્મેશન આપી રહ્યા હતા તે અંગે ધીમે ધીમે ચાલી રહેલ તપાસ અર્થે જાણ થયેલ કે આરોપી લેસીના ઝાકીર અબ્દુલ મુલ્લા રહે. મકાન નંબર, 193, મંગલદીપ સોસાયટી મીરાનગર, રાજપીપળા રોડ, અંકલેશ્વર, ભરૂચ કે જેઓ મકાન માલિકના હેમંતભાઈ ઉર્ફે લાલો બંસીલાલ મોદીના બંધ મકાનમાં રહેતા હતા, હેમંતભાઈ હાલ રહે, 17 શાંતીબાગ સોસાયટી, સેવાશ્રમ રોડ, ભરૂચ તેઓએ ભાડા કરાર કર્યા વિના કલેકટરના જાહેરનામા મુજબ ભરૂચના સમગ્ર વિસ્તારમાં મકાન માલિકે પોતાનું ઘર જો ભાડે આપવાનું હોય તો મકાનમાં રહેનાર સભ્યો કેટલા હશે તે અંગે જાણ કરીને તેઓ ક્યાના છે તે અંગે જાણ કરીને ભાડા કરાર કરવાનું આવશ્યક અને ફરજિયાત છે પરંતુ હેમંતભાઈ દ્વારા કોઈ પણ પ્રકારે ભાડા કરાર કરવામાં આવ્યો ન હતો અને આ બાંગ્લાદેશી આરોપીઓને ઘર રહેવા માટે આપ્યું હતું.
જેથી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે જાહેરનામાનો ભંગ કરનાર હેમંતભાઈ ઉર્ફે લાલો બંસીલાલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.