Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા સુગર ધારીખેડામાં વહીવટદારની નિમણૂક કરવા ખાંડ નિયામકને રજૂઆત.

Share

નર્મદા સુગરમાં વહિવટદારની નિમણુક કરવા ખાંડ નિયામકને લેખિતમાં રજુઆત કરવામા આવી છે. મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના પાણેથા ગામના કલ્પેશભાઈ દેસાઈ નામના એક ખેડૂત સભાસદ દ્વારા ખાંડ નિયામક ગાંધીનગરને નર્મદા સુગર ધારીખેડામાં વહીવટદારની નિમણૂક કરવા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. તેમણે એક પત્ર દ્વારા જણાવ્યું છે કે નર્મદા સહકારી ખાંડ ઉદ્યોગમાં હાલ મુદત વીતી ગયા બાદ પણ સંચાલક સમિતિ વહીવટ કરે છે, જે સંપૂર્ણ ગેરકાયદેસર છે. હકીકતમાં નર્મદા સુગરની મુદત ગત મે ૨૦૨૦ માં પૂર્ણ થઇ ગઇ છે, પણ કોરોના મહામારીના કારણે સરકારે રાજ્યની સહકારી મંડળીઓની મુદતમાં વધારો કર્યો હતો, જે સમય જતા સ્થિતિ હળવી થતાં મંડળીઓને ચૂંટણીની સરકારે છૂટ આપી હતી, જેથી ૨૬ ઓક્ટોબર ૨૦૨૦ ના રોજ નર્મદા સુગરની ચૂંટણી યોજાઇ હતી, પરંતુ મતગણતરી માટે હાઈકોર્ટ દ્વારા મનાઇ હુકમ અપાતા હજુ પરિણામ જાહેર થયા નથી. આ પરિસ્થિતિમાં નર્મદા સુગરની વર્તમાન સંચાલક સમિતિ ગેરકાયદેસર છે. સરકાર દ્વારા મુદતમાં વધારો કરાયો નથી, કે મતદારોએ તેમને સત્તા સોંપી નથી, આમ કાયદાની દ્રષ્ટિએ તો આ અન્યાયી છે, ઉપરાંત લોકશાહીના મૂલ્યોનો પણ ભંગ થાય છે. તેથી તાત્કાલિક નર્મદા સુગરમાં વહીવટદારની નિમણૂક થવી જોઇએ. એવી લેખિત રજુઆત ખાંડ નિયામક ગાંધીનગરને કરવામાં આવી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

નેત્રંગ પોલીસ દ્વારા સુરક્ષા સેતુ રથ થકી કોરોના વાયરસને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં જનજાગૃતિ અભિયાન.

ProudOfGujarat

વડોદરામાં જોડિયાં બાળકોને એસએમએ-1 થતાં 16 કરોડના ઇન્જેક્શન માટે માતા-પિતાએ લોકોને કરી અપીલ.

ProudOfGujarat

દહેજની કંપની ને નુકશાન થઇ રહ્યું છે નર્મદા નદી સુકાઈ જવાને કારણે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!