Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : બકરી ઈદના પર્વ નિમિતે જાહેર કે ખાનગી સ્થળે પશુઓની કતલ ન કરવ અંગે જિલ્લા મેજીસ્ટ્રેટએ જાહેરનામું બહાર પાડયુ : કાયદાનો ભંગ કરનાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા અપીલ.

Share

બકરી ઇદના તહેવારની ઉજવણી તા.૨૧/૦૭/૨૦૨૧ અને તા.૨૨/૦૭/૨૦૨૧ ના રોજ થશે અને તહેવારના દિવસોમાં કતલખાનામાં બહાર કોઇ પણ જાહેર કે ખાનગી સ્થળે જુદા જુદા પશુઓની કતલને કારણે તેમજ જાહેર શેરીઓમાં કે સ્થળ પર દેખાય તે રીતે અન્યથા કોઇ પણ પશુની કતલને કારણે સુલેહ શાંતિનો ભંગ થવા સંભવ છે અને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૭૩ ની કલમ-૧૪૪ મુજબ પગલા લેવા માટે પુરતુ કારણ તેમજ સુલેહ શાંતિનો ભંગ થતાં તાત્કાલિક અટકાવવું ઈચ્છનીય છે.

જેથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ જે.ડી.પટેલે એક જાહેરનામા દ્વારા ભરૂચ જિલ્લાની હદની અંદર કોઇ પણ વ્યક્તિએ તા.૨૧/૦૭/૨૦૨૧ થી તા.૨૨/૦૭/૨૦૨૧ સુધી (બન્ને દિવસ સહિત) કતલખાનાની મકાનની બહાર કોઇ પણ જાહેર કે ખાનગી સ્થળે જુદા જુદા પશુઓની કતલ કરવી નહી તેમજ ભરૂચ જિલ્લાની હદમાં જાહેર સ્થળોમાં દેખાય તે રીતે અન્ય કોઇ પણ પશુની કતલ કરવી નહી. કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ પશુની જાહેર કે ખાનગી જગ્યામાં, શેરીઓમાં કે મોહલ્લામાં વિગેરે જગ્યાએ જાહેર જનતાને દેખાય તે રીતે કતલ કરવી નહી તેમજ કોઈ પણ પ્રાણી શણગારીને એકલા અગર સરઘસ આકારે જાહેરમાં લઈ જવા કે ફેરવવા નહી. બકરી ઈદ તહેવાર નિમિત્તે કુરબાની પછી જાનવરના માંસ, હાડકા કે અવશેષો જાહેરમાં ફેંકવા નહી. કોવિડ-૧૯ ની મહામારી ચાલતી હોઈ તમામ વ્યક્તિઓએ ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે તથા સોશિયલ ડીસ્ટન્સ જાળવવાનું રહેશે. જાહેર જગ્યામાં કોઈ પણ વ્યક્તિએ થુંકવું નહી. ભારત સરકર તથા ગુજરાત સરકારના કોવિડ-૧૯ ને અટકાવવા માટેના વખતો વખતના હુકમોથી આપવામાં આવેલ આદેશો તથા માર્ગદર્શક સૂચનાઓનું તમામ એ ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.

Advertisement

બોમ્બે એનીમલ પ્રિઝર્વેશન એક્ટ ૧૯૫૪ તથા પ્રિવેન્શન ઓફ ફ્રૂઅલ્ટી ટુ એનિમલ એક્ટ-૧૯૬૦ થી જે પશુઓની કતલ પર પ્રતિબંધ મુકેલ છે. તે પશુઓની કતલ ખાનગી કે જાહેર સ્થળોએ થઇ શકશે નહી. આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૫૧ થી ૫૮ ની જોગવાઈ તથા ધી એપેડેમિક ડીઝીસ રેગ્યુલેશન – ૨૦૨૦ મુજબ શિક્ષાને પાત્ર થશે ભરૂચ જિલ્લામાં ફરજ બજાવતાં નાયબ પોલીસ અધિક્ષકથી હેડ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવતાં તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવશે તેમ જણાવામાં આવ્યું હતું.


Share

Related posts

ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે હરીશ વસાવાની પુનઃ નિમણૂક કરાઇ.

ProudOfGujarat

નેત્રંગ ચાર રસ્તા વાહનચાલકો માટે મોતના કુવા સમાન બની ગયો છે.

ProudOfGujarat

ભરૂચ અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે ગૌ પૂજન કરી કર્મચારી દિવસની ઉજવણી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!