Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેર પોલીસે બે અલગ-અલગ વિસ્તારમાંથી વિદેશી દારૂની બોટલ સાથે બે આરોપીને ઝડપી પાડયા.

Share

ભરૂચ જિલ્લા અને જિલ્લાની બહારના વિસ્તારોમાં દારૂનો ખુલ્લેઆમ વેપલો ચાલી રહ્યો છે છેલા એક મહિનાની જ વાત કરીએ તો અંકલેશ્વર અને અંકલેશ્વરના અંતરિયાળ વિસ્તારમાંથી હાલ સુધી લાખોની મત્તાનાં દારૂના હેરફેરના વહન સહિત દારૂની બોટલોનો જથ્થો પકડવામાં આવ્યો છે, બેફામ બનેલા બુટલેગરોને જાણે પોલીસ તંત્રનો ખોફ જ રહ્યો નથી તેમ ગેરકાયદેસર કૃત્યો કરી રહ્યા છે.

બનાવની વિગત અનુસાર અંકલેશ્વર શહેર પોલીસે માંડવા ગામના પાટિયા પાસેથી એક ઈસમ સહિત 1,08,000/- ના પ્રોહી વગર પાસ પરમિટના જથ્થાનો કબ્જે કર્યો હતો જેમાં આ કામના આરોપીઓ નાસી જતાં વોન્ટેડ જાહેર કરાયા હતાં, બનાવ અંગે મળતી માહિતી અનુસાર તલફળિયા ખાતે અંકલેશ્વર શહેર પોલીસે બીયરની રૂ. 12,000/- ની ટીનો સહિત એક ઇસમની ધરપકડ કરીને ગુનાઓ નોંધયા હતા. શું તંત્ર દ્વારા કોઈ કડક પગલાં લેવામાં આવતા નથી..? જેથી બુટલેગરો બેફામ બની રહ્યા છે..?

મળેલ બાતમીને આધારે નંબર પ્લેટ વગરની મરૂન કલરની એક્ષેશ ટુ વ્હીલરમાં આરોપી અક્ષયકુમાર મંગુભાઈ વસાવા માંડવા ગામના પાટિયા પાસે વેચાણ કરવાના ઇરાદે વગર પાસ પરમીટની ઇંગ્લીશ દારૂ માંડવા ગામના પાટિયા પાસેની 750 મીલીની કુલ કાચની બોટલ નંગ 40 જેની કુલ કિમત 16,000/- હતી પોલીસ દ્વારા રેડ કરતાં ટુ વ્હીલ પાછળ બેસેલ આરોપી દલસુખ ભાઈ વસાવા રહે. મુલાદ, ઝઘડીયા ભરૂચ નાસી ભાગયો હતો અને અંકલેશ્વર શહેર પોલીસે આરોપી અક્ષય કુમાર મંગુભાઈ વસાવાની ધરપકડ કરી 16,000/-ના મુદ્દામાલ સહીત એક્સેસ ટુ વ્હીલર જેની કિમત 92000/- મળીને કુલ 1,08,000/- ના મુદ્દામાલની ધરપકડ કરી હતી અને વોન્ટેડ જાહેર થયેલા આરોપીની તપાસ હાથ ધરી હતી અને ગુનો નોંધ્યો હતો.

Advertisement

બીજા બનાવ અંગે મળતી માહિતી અનુસાર, તાડફળિયા ખાતે આવેલ તળાવની પાસે ઝાડ ઝાખરીયામાં પ્રોહી ગુના અંગે રેડ કરતાં નરેશભાઇ રમણભાઈ વસાવાએ ભારતીય બનાવટનો વિદેશી દારૂની તથા બિયરના ટીન નહીં પક્ડાયેલ તહોમતદાર ઇરફાન ઉર્ફે મરધી પાસેથી છૂટક વેચાણ કરવાના ઇરાદાથી મંગાવી ગેરકાયદેસરનો વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની કાચની બોટલો અને બીયરની ટીન કુલ મળીને નંગ 84 જેની કુલ કિમત 12,000/- સાથે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી અંકલેશ્વર શહેર પોલીસે હાથ ધરી હતી.

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

માંગરોળ તાલુકાના મુખ્ય શિક્ષકો, કેન્દ્ર શિક્ષકો, h-tat આચાર્યની પંચાયતના સભાખંડમાં મીટીંગ યોજાઇ.

ProudOfGujarat

ભરુચ જીલ્લાનાં હાંસોટ તાલુકાનાં ગામોનાં મંદિરોમાં વૃદ્ધોને વિશ્વાસમાં લઈ સોના ચાંદીના દાગીના પડાવી ફરાર થઈ ગયેલા ગઠિયાને હાંસોટમાંથી એલ.સી.બી. પોલીસે ઝડપી લઈ ગુનાઓ ઉકેલી નાંખવાનો આશાવાદ વ્યક્ત કર્યા છે.

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં વસરાવી ગામે એક કોરોના વાયરસનો કેસ પોઝિટીવ નીકળતા આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી જવા પામી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!