છોટાઉદેપુર જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ નાબુદ કરવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી મળેલ સુચના અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા એલસીબી દ્વારા જિલ્લામાં ગુનાખોરી નાબુદ કરવા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દરમિયાન એલસીબી પીઆઇ એચ.એચ.રાઉલજી તેમજ પોલીસ ટીમને બોડેલી પોલિસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે એક ફોર વ્હીલ ગાડી ભારતીય બનાવટનો વિદેશી દારુ લઇને ડભોઇ તરફ જનાર છે. પોલીસે નાકાબંધી કરતા સજ્જાઉદ્દિન રહિમશા દિવાન રહે.અલીરાજપુર મધ્યપ્રદેશનાને ભારતીય બનાવટના વિદેશી દારુ સહિત કુલ રુ.૪૮૦૩૦૦ ના મુદ્દામાલ સાથે જબુગામ હાઇવે રોડ પરથી ઝડપી લઇને બોડેલી પોલિસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.આને પગલે જિલ્લામાં દારુનો ધંધો કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાવા પામ્યો હતો.
ફૈજાન ખત્રી કલારાણી તા.જેતપુરપાવી જિ.છોટાઉદેપુર
Advertisement