Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત હાઇકોર્ટની કામગીરીનું આજથી યુ-ટ્યૂબ પર લાઇવ સ્ટ્રીમિંગ શરૂ.

Share

ગુજરાત હાઈકોર્ટ દેશમાં કોર્ટ રૂમની તમામ કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરનારી દેશમાં પ્રથમ હાઈકોર્ટ છે. આજથી ગુજરાત હાઇકોર્ટના 18 કોર્ટ રૂમની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે, જેમાં અરજદાર સહિત જુનિયર એડવોકેટ, પત્રકાર, સામાન્ય જનતા તમામ કાર્યવાહીને ગુજરાત હાઇકોર્ટની યુ-ટ્યૂબ ચેનલ પર નિહાળી રહ્યા છે. હવે કોર્ટમાં કાર્યવાહી કેવી રીતે થાય છે એ તમામ બાબત સામાન્ય જનતા પણ જાણી શકશે.આ તમામ કોર્ટના જીવંત પ્રસારણના કાર્યકામનું ઉદઘાટન 1 દિવસ અગાઉ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ એન.વી.રમન્નાએ કર્યું હતું.

આ તમામ કોર્ટનું જીવત પ્રસારણ કરવાથી લોકોમાં ન્યાયપ્રક્રિયા પરનો વિશ્વાસ મજબૂત રહેશે અને ટ્રાન્સપરન્સી જળવાઈ રહેશે. આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટના રજિસ્ટ્રાર અશોક ઉકરાણીએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે 26 ઓક્ટોબર 2020 થી ફર્સ્ટ કોર્ટ પ્રોસિડિંગ ઓનલાઇન જોવા મળી રહી છે. ઓપન કોર્ટ માટે 2018 માં સુપ્રીમ કોર્ટે સ્વપ્નિલ ત્રિપાઠી વર્સીસ સુપ્રીમ કોર્ટમાં ચુકાદો આપ્યો હતો.

આ સંદર્ભે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથની ખંડપીઠનું જીવંત પ્રસારણ કરનારી દેશની પ્રથમ હાઇકોર્ટ બની છે. અત્યારસુધીમાં ગુજરાત હાઇકોર્ટ યુ-ટ્યૂબ ચેનલને 48 લાખ વ્યૂ મળ્યા છે. ફિઝિકલ કોર્ટ શરૂ થશે ત્યારે પણ લાઈવ સ્ટ્રીમિંગ ચાલુ રહેશે. નાગરિકો ઘેરબેઠાં કોર્ટની તમામ કામગીરી, દલીલો, ચુકાદા જોઈ- સાંભળી શકશે.આજે હાઇકોર્ટના 18 કોર્ટ રૂમના સ્ટ્રીમિંગ દરમિયાન દરેક કોર્ટ રૂમને 80થી 90 લોકો લાઈવ નિહાળી રહ્યા છે.

Advertisement

ગુજરાત હાઈકોર્ટની યુ-ટ્યૂબ ચેનલના સબ્સ્ક્રાઈબર્સ પણ વધ્યા છે. જોકે લોકો PIL જેવી મેટરની સુનાવણી લાઈવ નિહાળવી વધારે પસંદ કરે છે, જેમાં વિદ્યાર્થીઓ કે કોઈ ધાર્મિક બાબતના કેસની સુનાવણી હોય તો એમાં લાઈવ વ્યૂઅર 3થી 4 હજાર સુધી પહોંચી જતા હોય છે. અપ્રત્યક્ષ સુનાવણીનું જીવંત પ્રસારણ કરનારી ગુજરાત હાઇકોર્ટ સમગ્ર દેશમાં પ્રથમ છે, જેણે યુ-ટ્યૂબ ચેનલ પર અપ્રત્યક્ષ સુનાવણી શરૂ કરી હતી.

વર્ષ 2018માં સ્વપ્નિલ ત્રિપાઠી VS સુપ્રીમ કોર્ટના જજમેન્ટના આધારે નિર્ણય લેવાયો હતો, જેમાં 26 ઓક્ટોબર 2020થી યુ-ટ્યૂબ ચેનલના માધ્યમથી ગુજરાત હાઇકોર્ટ ચીફ જસ્ટિસની ખંડપીઠેની કાર્યવાહીનું જીવંત પ્રસારણ શરૂ કર્યું હતું. 17 જુલાઈએ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ એન. વી.રમન્નાએ વર્ચ્યુઅલ માધ્યમથી ગુજરાત હાઇકોર્ટના નવા નિર્ણયનો શુભારંભ કરાવ્યો છે.


Share

Related posts

પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણનાં નવા ૦૯ કેસો નોંધાયા.

ProudOfGujarat

અંકલેશ્વરની નિલેશ ચોકડીનાં બ્રિજની રેલિંગ મહા ટ્રેલરની ટકકરથી તૂટી જતાં ટ્રાફિક જામ.

ProudOfGujarat

નેશનલ સ્ટુડન્ટસ યુનિયન ઓફ ઇન્ડિયા દ્વારા વિદ્યાર્થીઓનાં સ્વાસ્થ્યને લઈને યોગ્ય વિચારણા કરવા આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!