Proud of Gujarat
INDIAFeaturedGujarat

નર્મદાનાં તિલકવાડા તાલુકામાં પાંચ ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ.

Share

નર્મદા જિલ્લામા ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે. જેમાં નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં આભ ફાટ્યું હતું. 24 કલાકમા તિલકવાડા તાલુકામાં
પાંચ ઈંચ,119 મિમિ વરસાદ ખાબકતા તિલકવાડામા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે જયારે ડેડીયાપાડામા સાડા 90 મિમિ, ત્રણ ઇંચ, ગરુડેશ્વર 46 મિમિ અને નાંદોદમા 56 મિમિ સાથે બે-બે ઇંચ વરસાદ અને સાગબારામા 37 મિમિ દોઢ ઇંચ વરસાદની હેલીથી નર્મદામા શ્રીકાર વર્ષા થઈ છે. આમ, નર્મદા જિલ્લામાં આજે સરેરાશ વરસાદ 70 મિમિ અને કુલ-348 મિ.મિ.વરસાદ નોંધાયો છે.

જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો તિલકવાડા તાલુકો-424 મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે ડેડીયાપાડા તાલુકો 377 મિમિ સાથે બીજા ક્રમે તેમજ નાંદોદ તાલુકો-292 મિ.મિ.સાથે ત્રીજા ક્રમે, ગરૂડેશ્વર તાલુકો-185 મિ.મિ., અને સાગબારા તાલુકો-148 મિ.મિ. સાથે છેલ્લા ક્રમે રહેવા પામ્યો છે.

Advertisement

જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ તેની ભયજનક સપાટી-૧૩૮.૬૮ મીટરની સામે-115.08 મીટર, કરજણ ડેમ તેની ભયજનક સપાટી-૧૧૬.૧૧ મીટરની સામે-102.48 મીટર, નાના કાકડીઆંબા ડેમ તેની ભયજનક સપાટી-૧૮૭.૭૮ મીટરની સામે-179.90 મીટર અને ચોપડવાવ ડેમ તેની ભયજનક સપાટી-૧૮૭.૪૧ મીટરની સામે-179.50મીટરે પહોંચ્યો છે. જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેના ગેજ લેવલની ભયજનક સપાટી-૩૧.૦૯ મીટરની સામે 14.10 મીટર નોંધાયેલ છે.

જ્યોતિ જગતાપ,રાજપીપલા


Share

Related posts

ગોધરા એન.સી.સી. 30 બટાલીયન દ્વારા શહેરનાં સ્મારકોની સાફ-સફાઈ કરવામાં આવી.

ProudOfGujarat

ગાંધીનગરનાં સેક્ટરોમાંથી 28 સાયકલ ચોરી જનારા બે ઈસમ પકડાયા

ProudOfGujarat

ઈન્દોરથી છતરપુર જઈ રહેલી બસ પલટી જતાં 4 ના મોત, 35 ઇજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!