ગયા વર્ષની સરખામણી કરતા આ વર્ષે માર્કેટમાં ગૌરીવ્રતની તમામ વસ્તુઓની ખરીદીમાં ૧૫ થી ૨૦ ટકાનો વધારો જોવા મળ્યો હતો.
કોરોના મહામારી દરમિયાન ભારતની અંદર મોંઘવારીએ જાણે ટ્રેનની સ્પીડ કરતા પણ વધારે સ્પીડ પકડી હોય તેવું લાગી રહ્યું છે, કોરોના મહામારીમાં લોકોને કામ ધંધો છોડીને ઘરે બેસવું પડ્યું હતું જેમાં કેટલાકને છૂટા કરવા પડ્યા હતા તો કેટલાકને કેટલાય મહિનાનો પગાર મળયો ન હતો સાથે પેટ્રોલ-ડીઝલ હોય કે સીંગતેલ સમગ્ર ઘર ખરીદીની વસ્તુઓમાં મોંઘવારીએ જોર પકડ્યું છે.
ત્યારે આ વર્ષે હવે ગૌરીવ્રતમાં પણ માર્કેટમાં તમામ વસ્તુઓ પર ૧૫ થી ૨૦ ટકા જેટલો વધારો થયો હોય તેવું વેપારીઓ દ્વારા જાણવા મળ્યું હતું. હાલ સમગ્ર પ્રજા મોંઘવારીના લઈને જાન્યુઆરીમાં પોકારી ઉઠી હોય તેવું લાગી રહ્યું છે દરેક વસ્તુઓમાં ભાવ વધારો સામાન્ય માણસની કમર તોડી નાંખતો હોઈ તેવી પરિસ્થિતિ સર્જાય છે.
અંકલેશ્વરના મુલ્લાવાડ વિસ્તારમાં આવેલ સરકારી પરચેસની દુકાનના વેપારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગૌરીવ્રતમાં વપરાતા તમામ ચીજ વસ્તુઓ ઉપર ૧૦ થી ૧૫ ટકા જેટલો આ વર્ષે વધારો થયો છે જેના કારણે ઘરાકી પણ ઓછી જોવા મળી હતી. હાલ હવે આ મોંઘવારી ક્યાં જઈને ઉભી રહે છે તે હવે જોવું રહ્યું છે.
મુકેશ વસાવા : અંકલેશ્વર