Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : તિલકવાડા તાલુકાના ઝાઝપુરા ગામની સીમમાં ચપ્પુ અને કોદાળી જેવા મારક હથિયારો વડે હુમલો : ત્રણ ઈસમો સામે પોલીસ ફરિયાદ.

Share

તિલકવાડા તાલુકાના ઝાઝપુરા ગામની સીમમાં ચપ્પુ અને કોદાળી જેવા મારક હથિયારો ઉછળતા ત્રણ ઈસમો સામે તિલકવાડા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

જેમાં ફરીયાદી અરવિંદભાઇ સોમાભાઇ બારીયા( ઉ.વ.પ૬ ધંધો-ખેતી રહે-ઝાઝપુરા તા.તિલકવાડા જી-નર્મદા)એ આરોપીઓ (૧) સંજયભાઇ સુખાભાઇ બારીયા (ર) જનકભાઇ સુખાભાઇ બારીયા (3) ઇંદ્રવદન સુખાભાઇ બારીયા (તમામ રહે-ઝાઝપુરા તા-તિલકવાડા જી-નર્મદા)તિલકવાડા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Advertisement

ફરિયાદની વિગત અનુસાર આરોપીએ ફરી.ને જમીનમાં ભાગ નહીં આપુ તેમ કહી એકદમ ઉશ્કેરાઇ જઇ ગમે-તેમ ગાળો બોલી ઢીકાપાટુનો માર મારી તેમજ બીજા આરોપીએ તેના હાથમાંનું ચપ્પ ફરી.ના જમણા હાથમાં લીસોટો પાડી ઇજા પહોંચાડેલ તથા આરોપી સાહેદ જયેશભાઇ અરવિંદભાઇ બારીયાએ છાતીના ભાગે નખ વગાડી ઇજા કરેલ તથા ગીરીશભાઇ બચુભાઇ બારીયાને તેના હાથમાંની કોદાળીથી માથાના ભાગે મારી ઇજા પહોંચાડી આ ત્રણેય ઇસમો ગમેતેમ ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી ગુનો કરવામાં એક બીજાને મદદગારી કરતા પોલીસે આરોપીઓ સામે ફરિયાદ આપતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

નેત્રંગનાં શણકોઈ ગામના પાટિયા નજીક દારૂની હેરાફેરી કરતા બે ઇસમો ઝડપાયા

ProudOfGujarat

સુરત શહેરમાં ગોટાલાવાડી ટેનામેન્ટના લોકો રિ-ડેવલપમેન્ટના નામે છેતરાયાની લાગણી સાથે 1304 પરિવારના લોકો આંદોલન પર ઊતરી પોતાના ઘરો માંગણી કરી રહ્યા છે.

ProudOfGujarat

મંગળવારનું રાશિફળ : જાણો ક્યાં રાશિના જાતકોની ખુલશે કિસ્મત, તો ક્યાં રાશિના જાતકોને થશે નુકશાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!