ઉમરપાડા ખાતે માંડવી ટ્રાયબલ સબ પ્લાન સંસ્થા દ્વારા અપાતા ખાતરમાં ખેડૂતે પોતાના સાથે છેતરપિંડી થઇ હોવાની ફરિયાદ સાથે ખેડૂતના હિતમાં ન્યાય માટે મામલતદારને રજૂઆત કરી હતી.
ઉમરપાડા તાલુકાના જુના ઉમરપાડા ખાતે રહેતા ભુપતભાઈ રામજીભાઈ વસાવા ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ટ્રાયબલ સબ પ્લાન દ્વારા અગાઉ ખાતર માટે ઓનલાઇન અરજી કરી હતી. જ્યારે તેઓ ખાતર લેવા માટે જી.એ.ટી.એલ. કિસાન સુવિધા કેન્દ્ર ઉમરપાડા ખાતે ખાતર લેવા ગયા ત્યારે તેમને ૨ ગુણ ખાતર આપવામાં આવ્યું હતું અને તેમના ફોનમાં ૮ ગુણ ખાતર મળ્યા હોવાનો મેસેજ મળતાં તેઓ ચોંકી ઉઠયા હતાં. ૨ ગુણ ખાતર આપવામાં આવ્યું અને ૮ ગુણનો મેસેજ આવ્યો હતો. બાકીની ૬ ગુણ ખાતર ક્યાં ગયું ? આ ખાતર કોને આપી દેવામાં આવ્યું એ સવાલ ઉદભવતા ખેડૂત સાથે છેતરપીંડી થયા હોવાનું જણાયું હતું. આ અંગે તપાસ કરવા માટે અને ખેડૂતના હિતમાં ન્યાય માટે ઉંમરપાડાનાં મામલતદારને લેખિતમાં રજૂઆત કરી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ