સુરતમાં ભેસ્તાન ભગવતી નગર એસ્ટેટના એક પ્લોટમાં પાર્ક ટ્રકમાંથી પોલીસ 3350 નંગ દારૂની બોટલ કિંમત રૂપિયા 8 લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડી 18 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે દારૂની હેરાફેરી સાથે સંકળાયેલા 5 ને ઝડપી પાડી દારૂનો જથ્થો મોકલનાર દમણના કુખ્યાત સપ્લાયર્સને વોન્ટેડ બતાવ્યો છે.
ભેસ્તાન ભગવતી ઇન્ડસ્ટ્રી એસ્ટેટના કંપાઉન્ડમાં પાર્ક ટ્રકમાંથી દારૂ મળ્યો. પાંડેસરા પોલીસે જણાવ્યું હતું કે, દમણથી દારૂનો મોટો જથ્થો ટ્રકો અને ફોર વ્હીલ ગાડીઓ ભરી સુરત લવાતો હોવાની બાતમીના આધારે પોલીસ ઘણા સમયથી વોચમાં હતી. દારૂના હેરાફેરીના આ ધંધાના સૂત્રધારોને ઝડપી પાડવા પોલીસે નાઈટ પેટ્રોલીંગ કામગીરી સાથે બાતમીદારોને એલર્ટ કર્યા હતા. આ દરમિયાન ભેસ્તાન ભગવતી ઇન્ડસ્ટ્રી એસ્ટેટના કંપાઉન્ડમાં પાર્ક ટ્રકમાં લાખોનો દારૂ હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. જેમાંથી 3350 નંગ દારૂની બોટલ ઝડપાય હતી. દારૂની હેરાફેરી કરનાર 5ને પોલીસે ઝડપી પાડ્યા છે.
ઇંપેરિયર બ્લૂ બેંડેડ ગ્રેન વ્હિસકીનાં લેબલ વાળી કાચની 180 M.L, બાટલી નંગ 1440 જે એક નંગ ની કિ.રૂપિયા 100 લેખે જેની કિ.રૂ. 1,44,000/-, “રોયલ સ્પેસિયલ વિસકી “ની 180 M.L. ની બાટલી નંગ 1440 જે એક નંગની કિં.રૂપિયા 100 લેખે જેની કિં.રૂપિયા 1,44,000/- રોયલ ચેલેન્જ વ્હીસકી ” ની 750 M.L. ની બોટલી નંગ 456 જે એક નંગ ની કિં.રૂપિયા 520/- લેખે જેની કુલ કિં.રૂપિયા 2,37,120/- તથા એક આઇસર ટ્રક રજી.નં. DD 03 M 9262 નો છે જેની કિં.રૂપિયા 10 લાખ, ત્રણ નંગ મોપેડ જેની કુલ કિ.રૂપિયા 1.85 લાખ સાથે પાંચ જણા પકડી પાડ્યા છે. જેમની પાસેથી અલગ અલગ કંપનીના 7 મોબાઇલ ફોન જેની કિમત રૂપિયા 47,500/- અને રોકડા રૂપિયા 92,000/- સાથે કુલ 18,49,620/- મુદ્દામાલ જપ્ત કર્યો છે.
વિદેશી દારૂનો જથ્થો મોકલનાર ઇસમ નાઝીર રહે – દમણ જેને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.
પકડાયેલા આરોપીઓ:-
નિરવકુમાર દિનેશભાઇ પટેલ
સમશે૨ ઇશાર ખાન
બાદલ કાનજીભાઇ રાઠોડ
ભરતભાઇ સુરેશભાઇ પાટીલ
રીન્કુ શંભુસીંગ જાતે સીંગનાઓની ધરપક કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.