ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં આવેલ સુરવાડી બ્રિજ કે જેનું હાલ જ લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યાં આજરોજ એક યુવાન બ્રિજ પરથી નીચે પટકાતા મોત નીપજ્યું હતું.
સુરવાડી બ્રિજ લોકાર્પણ બાદ ઘણો વિવાદમાં છે બ્રિજ પર લાઈટો ન હોવાને કારણે રાત્રી દરમિયાન લોકોને આવવા જવામાં ઘણી તકલીફ થતી હોય છે. અગાઉ પણ બ્રિજના લોકાર્પણના ત્રણ કે ચાર દિવસ બાદ 8 માસના બાળકનું નીચે પટકાતા મોત નીપજ્યું હતું. તેવો જ બનાવ આજરોજ બનવા પામ્યો છે. બ્રિજથી લોકોના રાહત માટે બનાવામાં આવ્યો છે પરંતુ બ્રિજ પર એક પછી એક હોનારતો સર્જાઈ રહી છે.
બનાવ અંગે મળતી માહીતી અનુસાર એક બાઈક ચલાક બાઈક લઈને સવાર થઇ રહ્યો હતો તે દરમિયાન તે કોઈક અગમ્ય કારણોસર અંકલેશ્વર સુરવાડી બ્રિજ પરથી નીચે પટકાયો હતો. ઘણી ઉંચાઈ પરથી નીચે પડવાને કારણે તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું.પરંતુ મળતી માહીતી મુજબ રહસ્યમય વાત એ હતી કે બાઈક ચાલાકની બાઈક અને તેને પહેરેલું હેલ્મેટ સહી સલામત હતું
જેથી આ અકસ્માત છે કે આપઘાત તે ચર્ચાનો વિષય બન્યો હતો. તે સહીત યુવાન નીચે પટકાતા જ લોકોના ટોળેટોળાં ભેગા થઇ ગયા હતા અને ચકચાર મચી જવા પામ્યો હતો જે અંગે અંકલેશ્વર પોલીસને જાણ કરવામાં આવી હતી અને આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
ભરૂચ : અંકલેશ્વરના સુરવાડી રેલ્વે ઓવરબ્રિજ પરથી પટકાતા યુવાનનું રહસ્યમય મોત..
Advertisement