ગત તા.૦૧/૦૫/૨૦૨૧ ના રાત્રીના સમય ૦૦/૩૦ થી ૦૦/૪૫ વાગ્યાના અરસામાં ભરૂચ શહેરના વેલ્ફેર હોસ્પિટલ ખાતે કાર્યરત ડેઝીગ્નેટેડ કોવીડ-૧૯ કેર સેન્ટરમાં ભીષણ આગ લાગવાના બનાવમાં કોવીડ-૧૯ બીમારીથી સંક્રમિત કુલ-૧૬ દદીઓ અને કોવિડ સેન્ટર ખાતે કાર્યરત બે નર્સો મળીને કુલ -૧૮ નિર્દોષ લોકોના મૃત્યુ થયા હતા.
જેમાં આગે રુદ્ર સ્વરૂપ ધારણ કરતા ભરૂચ પોલીસની ફોર્સ તત્કાલીક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી, જેમાં આગ પર કાબૂ મેળવીને 25 જેટલા કોરોના દર્દીઓના આબાદ બચાવ કરવામાં આવ્યા હતા. આ મુશ્કેલીના સમયે પણ સંવેદનશીલ પરિસ્થિતિમાં કુશળતાપૂર્વક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી લીધી હતી, જેને અનુસંધાને માનનીય મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સંનિષ્ઠ કામગીરી કરવા બદલ ભરૂચ પોલીસ દળને રૂપિયા 5 લાખ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
પરંતુ ભરૂચ પોલીસે ઇનામની તમામ રકમ ભરૂચ જિલ્લા પોલીસ અધ્યક્ષ રાજેન્દ્રસિંહ ચુડાસમાના અનુરોધથી તમામ પોલીસ અધિકારી અને જવાનોએ ઈનામ પેટે મળેલ રકમને મુખ્યમંત્રી કોવિડ નિધી ફંડમાં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જે ઘણો સરાહનિય છે.