છૂટાછેડા લીધા પછી પણ રાજપીપલાની ત્યકતાને અલગ-અલગ ફોનથી ફોન ઉપર મારવાની ધમકી આપતા નિરાંતે નિર્ભયા સ્કવોર્ડની મદદ લીધી હતી. નિર્ભયા સ્કવોર્ડ દ્વારા આરોપીને પકડી લાવી પોલીસને સોંપી કાર્યવાહી હાથધરી ધમકીના ત્રાસમાંથી મુક્તિ નિરાંતે નિર્ભયા સ્કવોર્ડે અપાવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળાથી થોડા દૂર એક ગામમાંથી એક છોકરી રાજપીપળા ખાતે નોકરી કરવા માટે આવે છે. જે છોકરીના લગ્ન મુકેશભાઈ રજનીકાંત પરમાર) ગામ ઉમેટા તાલુકો આકલાવ જીલ્લો આણંદ ખાતે 2019 માં કરેલ. ત્યારપછી એમનું લગ્નજીવન સારું ન ચાલતા 2021 માં બંને એકબીજાના સહમતથી છુટાછેડા લીધેલ ત્યારબાદ એ છોકરી પોતાને ગામે આવી પોતાની જિંદગી ગુજારવા માટે રાજપીપળા ખાતે નોકરી કરવાનું ચાલુ કર્યું હતું. પરંતુ મુકેશભાઈને ખબર પડી કે છોકરી નોકરી કરે છે. મુકેશભાઈ આણંદથી આવી અલગ-અલગ ફોનથી એ છોકરીના ફોન ઉપર મારવાની ધમકી આપતો હતો. ત્યાર પછી છોકરીએ પીએસ આઈ પાઠકનો સંપર્ક કરતા દરેક વાતની જાણકારી અને અમે લોકો મુકેશભાઈને પકડવા માટે વોચ ગોઠવી પરંતુ મુકેશભાઈનો ફોન બંધ આવતો હતો. પછી ખબર પડી કે મુકેશભાઈ છોકરીના ગામમાં જાય છે. પીએસઆઇ પાઠકે મુકેશભાઈને પકડવા માટે એ ગામના જી.આર.ડી.ના જવાનોને મદદ લઇ છોકરીના ગામમાંથી મુકેશભાઈને જીઆરડી ના જવાનોએ પકડી પીએસઆઇ પાઠકને જાણ કરતા આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન ખાતે મોકલી મુકેશભાઈ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા