બોલીવુડથી લઈને ટીવી જગત સુધી પોતાનો સિક્કો જમાવનારા દિગ્ગજ અભિનેત્રી સુરેખા સિકરીનું નિધન થયું છે. મળતી માહિતી મુજબ 75 વર્ષની વયે સુરેખા સિકરીએ કાર્ડિયાક અરેસ્ટના કારણે છેલ્લા શ્વાસ લીધા. આ ખબર બાદ ટીવી અને બોલીવુડ જગતમાં શોકની લહેર છે. ટીવીની દિગ્ગજ અદાકારા સુરેખા સિકરીનુ 75 વર્ષની ઉંમરમાં નિધન થઇ ગયુ છે. તેના મેનેજરે બતાવ્યુ કે તેનુ નિધન હાર્ટ એટેકથી થયુ છે. આ અભિનેત્રી લાંબા સમયથી બિમાર હતી. 2020માં તેને બ્રેન સ્ટ્રૉક પણ થયો હતો.
સુરેખા સિકરીને ત્રણ વાર નેશનલ એવોર્ડ પણ મળી ચૂક્યો છે. સુરેખા સિકરીએ બધાઇ હો અને બાલિકા વધુ જેવી કેટલીય હિટ અને પૉપ્યૂલર ફિલ્મો, સીરિયલો યાદગાર રૉલ કર્યો છે. અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા સુરેખા સિકરીના મેનેજરે બતાવ્યુ- હાર્ટ એટેક આવવાથી આજે સવારે સુરેખા સિકરીનુ 75 વર્ષની ઉંમરમાં નિધન થઇ ગયુ. બીજીવાર બ્રેન સ્ટ્રૉકના કારણે તે બિમાર જ રહી હતી. પોતાના અંતિમ સમયે સુરેખા સિકરી પોતાના પરિવારની સાથે જ હતી, તેમનો પરિવાર દુઃખની આ ઘડીમાં પોતાની પ્રાઇવસી ઇચ્છે છે. ઓમ સાઇ રામ…
યુપીમાં જન્મેલી સુરેખા સિકરીએ પોતાના બાળપણ અને અલ્મોરા અને નૈનીતાલમાં વિતાવ્યુ. આ એક્ટ્રેસે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો. આ પછી તેને દિલ્હીમાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા જૉઇન કર્યુ. સુરેખા સિકરીને 1989માં સંગીત નાટક એકેડમી ઍવોર્ડ પણ મળી ચૂક્યો છે. અત્રે જણાવવાનું કે અનેક વર્ષો સુધી બોલીવુડમાં કામ કર્યા બાદ સુરેખા સિકરીએ જ્યારે ટીવીમાં ઝંપ લાવ્યું તો તેમણે બધાને પાછળ છોડી દીધા. તેમણે લોકપ્રિય સિરીયલ બાલિકાવધુના દાદીસાની ભૂમિકામાં જીવ રેડી દીધો હતો. આજે પણ તેઓ આ ભૂમિકાના કારણે લોકપ્રિય છે.
તેમણે 3 વર્ષ પહેલા આયુષ્યમાન ખુરાનાની સુપરહિટ ફિલ્મ બધાઈ હોમાં દાદીની ભૂમિકા ભજવી હતી. તેમણે નેશનલ પુરસ્કાર પણ જીત્યો હતો. સુરેખા સિકરીના નિધનની જાણકારી તેમના મેનેજરે આપી છે. મેનેજરે મીડિયાને જાણકારી આપી છે કે દુખનો વિષય છે કે સુરેખાજી આ દુનિયામાં નથી. 75 વર્ષની ઉંમરે આજે સવારે તેમનું દેહાંત થયું. બીજા બ્રેઈન સ્ટ્રોક બાદ તેઓ ખુબ પરેશાન હતા.